દેશમાં કોરોનાનાં કેસમાં આંશિક ઘટાડો, નવા અઢી લાખ કેસ

દેશમાં કોરોનાનાં કેસમાં આંશિક ઘટાડો, નવા અઢી લાખ કેસ
દેશમાં કોરોનાનાં કેસમાં આંશિક ઘટાડો, નવા અઢી લાખ કેસ

વધુ 385 દર્દીઓનાં મૃત્યુ: ઓમિક્રોનનાં કેસ વધીને 8209 થયા

સૌથી વધુ મહારાષ્ટ્રમાં એક દિવસમાં 41 હજાર કેસ અને 29 નાં મોત

વિશ્વના અન્ય દેશોમાં કોરોનાનાં કેસોમાં 270 ટકા જેવો જબરો ઉછાળો નોંધાયો છે. ત્યારે ભારતમાં નવા કેસોમાં આંશિક ઘટાડો નોંધાયો હતો.

છેલ્લા 24 કલાક દરમ્યાન દેશમાં 2 લાખ 58 હજાર જેટલા નવા કોવિડ કેસ નોંધાયા હતા. જયારે 385 દર્દીઓનાં મૃત્યુ થયાનું નોંધાયું હતું. 29 રાજ્યોમાં ફેલાયેલા ઓમિક્રોનનાં કેસો પણ વધીને 8209 થઇ ગયા છે.

કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલયનાં અહેવાલ અનુસાર કોરોના રિકવરીનો રેટ થોડો ઘટ્યો છે અને 94.27 ટકા થઇ ગયો છે. તેની સામે પોઝિટિવિટિ રેટ વધીને 16 ટકામાંથી 19.65 ટકા થઇ ગયો છે.

સૌથી વધુ મહારાષ્ટ્રમાં કોવિડ સંક્રમણની ગતિ વધુ વેગવાન રહી છે. છેલ્લા 24 કલાકમાં 41327 નવા કેસો નોંધાયા હતા. જે ગઈકાલ કરતા ઓછા છે. વધુ 29 દર્દીઓનાં મૃત્યુ થયાનું નોંધાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યમાં ઓમિક્રોનનાં પણ નવા 8 કેસ નોંધાયા હતા. દિલ્હીમાં 1 દિવસમાં નવા 18286 કેસ નોંધાયા છે અને 28 નાં મૃત્યુ થયાનું જાહેર થયું છે. દિલ્હીનાં આરોગ્યમંત્રી સત્યન્દ્ર જૈન એ જણાવ્યું હતું કે, દિલ્હીમાં આઈસીએમઆર ની ભલામણ કરતા પણ ત્રણ ગણા વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

કેન્દ્રની નવી ગાઈડલાઈન્સ મુજબ ઓછા કે હળવા લક્ષણ ધરાવનારાને ટેસ્ટ કરાવવાનું જરૂરી બનતું નથી. જે કોવિડ દર્દીઓ કોમોરબીડીટી ધરાવતા હોય અથવા 60 વર્ષથી ઉપરનાં હોય તો જ ટેસ્ટ કરાવવાનો રહે છે.

કેરળમાં વધુ 58 અને પશ્ર્ચિમ બંગાળમાં 36 કોરોના દર્દીઓનાં મોત થયા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ મહારાષ્ટ્રમાં 141808 મોત થયા છે. એ પછીનાં ક્રમે કેરાલામાં મૃત્યુ આંક 50832, કર્ણાટકમાં 38431, તમિલનાડુમાં 36989, દિલ્હીમાં 25363 અને યુ.પી. માં 22363 કોરોના મૃત્યુ આંક રહ્યો છે.

Read About Weather here

કોરોનાને કારણે અત્યાર સુધીમાં દેશમાં 147492 જેટલા બાળકોએ માતા અથવા પિતા યા બંને ગુમાવી દીધા છે. આવા બાળકોની વય મર્યાદા 8 થી 13 વર્ષની છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here