દેશભરમાં ઓમિક્રોનનાં 33 કેસ નોંધાયા: કેન્દ્રની લાલબતી

દેશભરમાં ઓમિક્રોનનાં 33 કેસ નોંધાયા: કેન્દ્રની લાલબતી
દેશભરમાં ઓમિક્રોનનાં 33 કેસ નોંધાયા: કેન્દ્રની લાલબતી

કોવિડનાં નીતિનિયમોનું પાલન કરવાની બેદરકારી સામે ચેતવણી; માસ્કનાં ઘટતા જતા ઉપયોગથી ચિંતા વ્યક્ત કરતી સરકાર; મહારાષ્ટ્રમાં શુક્રવારે ઓમિક્રોનનાં 7 નવા કેસો મળ્યા

ગુજરાતમાં બે કેસ વધુ નોંધાયા, બંને જામનગરમાં; મુંબઈમાં 144 મી કલમ: મહારાષ્ટ્રમાં સૌથી વધુ 17 કેસ; સભા-સરઘસ અને રેલીઓ યોજવા પર પ્રતિબંધ

કોરોનાનાં નવા વાયરસ ઓમિક્રોનનાં વધતા જતા કેસો સામે કેન્દ્ર સરકારે લાલબતી ધરી છે અને કોવિડ પ્રોટોકોલનો અમલ કરવામાં લોકોની બેદરકારી અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાં નોંધાયા છે. જેના કારણે મુંબઈમાં 144 મી કલમ લાગુ કરવામાં આવી છે. સભા સરઘસ અને રેલીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગુજરાતનાં ત્રણ નવા કેસો સહિત દેશમાં ઓમિક્રોનનાં કેસોની સંખ્યા વધીને 33 પર પહોંચી ગઈ છે. આથી કેન્દ્રનો આરોગ્ય વિભાગ એકદમ સાવધ થઇ ગયો છે. મુંબઈમાં એકધારા કેસો સામે આવી રહ્યા છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

કેન્દ્ર સરકારે માસ્કનાં ઘટતા જતા ઉપયોગ અને કોવિડ પ્રોટોકોલનાં નિયમોનું પાલન કરવામાં લોકોની ઢીલાશ સામે લાલબતી ધરી છે. કેન્દ્ર સરકારે વિદેશથી આવતા તમામ મુસાફરોનું સઘન અને સચોટ સ્ક્રીનીંગ કરવાનો આદેશ પણ આપ્યો છે.

મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા સૌથી વધુ 17 જેટલી થઇ છે. ગઈકાલે પણ મુંબઈમાં 3 અને પીપરીચીચવળ મનપા વિસ્તારમાં ઓમિક્રોનનાં 4 કેસ નોંધાયા છે.

મુંબઈમાં 144 મી કલમ લાગુ કરી દેવાઈ છે. સભા સરઘસ અને રેલીઓ યોજવા પર અને ત્રણથી વધુ વ્યક્તિઓ એક જગ્યાએ ભેગી થવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યનાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, ઓમિક્રોનનાં જે 4 નવા દર્દીઓ નોંધાયા છે. એ તમામે વેક્સિનનાં બંને ડોઝ લઇ લીધા હતા, છતાં ચેપ લાગ્યો છે. એક દર્દીએ એક ડોઝ લીધો હતો અને સંક્રમિત થયા છે. એક જ દર્દી એવો છે જેણે રસીકરણ કરાવ્યું ન હતું. સાડા ત્રણ વર્ષની વયનાં એક માસુમ બાળકને પણ ઓમિક્રોન સંક્રમણ લાગ્યું છે.

મહારાષ્ટ્રમાં 4 દર્દીઓ એવા સામે આવ્યા છે. એમને અગાઉ કોવિડનાં કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા. બાળકોમાં સંક્રમણ પ્રસરતું હોવાથી આરોગ્ય તંત્ર ઘેરી ચિંતામાં મુકાઇ ગયું છે. એટલે બાળ દર્દીઓ માટે ખાસ વોર્ડ સહિતની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

દરમ્યાન જામનગરમાં વિદેશથી આવેલા 72 વર્ષનાં વૃધ્ધનાં ધર્મપત્નીને પણ ઓમિક્રોન સંક્રમણ થતા જામનગરમાં ઓમિક્રોનનાં બે કેસ થયા છે અને ગુજરાતમાં કુલ 3 કેસ થયા છે. દરમ્યાન માસ્કનો ઉપયોગ ઘટાડવા સામે કેન્દ્ર સરકારે લાલબતી ધરી છે અને લોકોને ચેતવણી આપતા કહ્યું છે કે લોકો સામાપુરમાં તારવાની કોશિશ કરી રહ્યા છે.

વડોદરામાં દુબઈથી આવેલા ત્રણ લોકોને કોરોના લાગુ થતા એમના સેમ્પલ ઓમિક્રોન ટેસ્ટ માટે પુણે લેબોરેટરી મોકલવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે. રાજકોટ અને વલસાડ સહિત ત્રણ શહેરોમાં કોરોનાથી એક દર્દીનું મોત થયાનું લાંબા સમય બાદ નોંધાયું છે. જેની અસરને કારણે ઓમિક્રોન વધવાની પણ ભીતિ સેવાઈ છે.

Read About Weather here

દરમ્યાન નીતિ આયોગનાં સભ્ય ડો.વી.કે.પૌલે જણાવ્યું હતું કે, અત્યારે દેશભરમાં માસ્કનો ઉપયોગ એકદમ ઘટી ગયો છે. એટલે આપણે ફરીથી ભયજનક ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આપણે રક્ષણ કરવાની કામગીરી ખૂબ જ ઓછી કરી નાખી છે. જે ખૂબ જ જોખમી છે અને જરાય ચલાવી લેવાય નહીં. લોકો એ સમજે કે વેક્સિન અને માસ્ક બંને ખૂબ જ જરૂરી છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા વિદેશથી આવતા મુસાફરોનું ટેસ્ટીંગ અને સ્ક્રીનીંગ ચાલુ કરવાનો રાજ્યને આદેશ આપવામાં આવ્યો છે. કેન્દ્રનાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ ખાસ બેઠક બોલાવી છે. જેમાં પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. વિશ્વ આરોગ્ય સંસ્થા ઠઇંઘ દ્વારા એ હકીકતનો નોંધ લેવામાં આવી છે કે વિશ્વભરમાં કોવિડ પ્રોટોકોલનાં પાલનમાં લોકો ઢીલ દેખાડી રહ્યા છે અને બેદરકારી બતાવી રહ્યા છે. દરમ્યાન સરકાર પણ કોવિડનાં વધતા કેસોની સાથે-સાથે ઓમિક્રોન ઉપર પણ નજર રાખી રહી છે. ઓમિક્રોનથી અત્યારે આરોગ્ય માળખા પર કોઈ બોજો ઉભો થયો નથી. છતાં સરકાર કોઈ તક લેવા માંગતી નથી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here