દેશભરમાં એરટેલ ઠપ્‍પ…!!

દેશભરમાં એરટેલ ઠપ્‍પ…!!
દેશભરમાં એરટેલ ઠપ્‍પ…!!

બ્રોડબેન્‍ડ અને મોબાઇલ સેવા બંધ

દિલ્‍હી, મુંબઇ, બેંગ્‍લુરૂ, હૈદરાબાદ, અમદાવાદ, જયપુર, કલકત્તા સહિત અનેક શહેરો પ્રભાવિત : યુઝર્સ હેરાન-પરેશાન

દેશભરની પ્રસિદ્ધ ટેલિકોમ કંપની એરટેલના યુઝર્સ આઉટેજનો સામનો કરવો પડ્યો. ટેક્નિકલ ખામીને કારણે કંપનીની મોબાઈલ ઈન્ટરનેટ સર્વિસ ખોરવાઈ ગઈ.

આ સાથે એરટેલ થેન્ક્સ એપ અને એરટેલ બ્રોડબેન્ડ સર્વિસે પણ કામ કરવાનું બંધ કર્યું હતું. જોકે થોડા સમય માટે જ આ તમામ સર્વિસ બંધ રહી હતી હવે ફરી રિસ્ટોર થઈ છે. તેની માહિતી કંપનીએ સોશિયલ મીડિયા પર આપી છે.

એરટેલ નેટવર્ક આઉટેજના કારણે ઇન્‍ટરનેટ ચલાવામાં સમસ્‍યા આવી રહી છે. કંપનીએ હજુ સુધી આ ઇશ્‍યુ પર કંઇ પણ કહ્યું નથી. પરંતુ ઓનલાઇન રીપોર્ટસમાં કહેવામાં આવ્‍યું છે કે, આ ઇશ્‍યુ દેશભરમાં છે.

એરટેલની બ્રોડબેન્‍ડ અને મોબાઇલ સર્વિસ ડાઉન થઇ ગઇ છે. દેશભરના અનેક યુઝર્સ તે અંગે ફરીયાદ કરી રહ્યા છે. આ અંગે એરટેલ યુઝર્સ ટ્‍વિટર પર પણ ફરીયાદ કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

 તેનાથી એરટેલ મોબાઇલ ઇન્‍ટરનેટ યુઝર્સ અને કંપનીના બ્રોડબેન્‍ડ અને વાઇ-ફાઇ સર્વિસ યુઝર્સ પણ પ્રભાવિત થઇ રહ્યા છે.

આઉટેજ ટ્રેકર ડાઉન ડિટેકટર મુજબ એરટેલ ઇન્‍ટરનેટમાં ગઈકાલથી તકલીફ થઇ રહી છે. અનેક યુઝર્સએ ફરીયાદ કરી છે કે તે બીજીવાર છે. જ્‍યારે તેને આ પ્રકારની સમસ્‍યાનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીએ હજુ સુધી ઇશ્‍યુ પર કંઇ પણ કહ્યું નથી.

Read About Weather here

રીપોર્ટ મુજબ એરટેલની સત્તાવાર એપને પણ એકસેસ કરવામાં સમસ્‍યા આવી રહી છે. કંપનીનું સર્વર ડાઉન હોવાના કારણે એરટેલ કનેકશન ફાઇબર ઇન્‍ટરનેટથી માંડીને બ્રોડ બેન્‍ડ અને મોબાઇલ નેટવર્ક સુધી ડાઉન છે. આ સમસ્‍યા દિલ્‍હી, મુંબઇ અને નોએડા ઉપરાંત અન્‍ય સ્‍થળો પર પણ આવી રહી છે.

સમસ્‍યાનું કારણ હાલમાં સ્‍પષ્‍ટ નથી પરંતુ એરટેલે સત્તાવાર સ્‍ટેટમેન્‍ટ આવ્‍યા બાદ જ તે અંગે કંઇ પણ કહી શકાશે. આ સપ્‍તાહની શરૂઆતમાં જીઓની સર્વિસ પણ ડાઉન થઇ હતી.

જીઓની સર્વિસ મુંબઇ માટે ડાઉન થઇ હતી. યુઝર્સને કોલ કરવામાં સમસ્‍યાનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે એરટેલની સર્વિસ ડાઉન થઇ ગઇ છે. જેનાથી દેશભરના યુઝર્સ ઇન્‍ટરનેટ એકસેસ કરી શકયા ન હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here