દુનિયામાં 86 ટકા લોકોમાં અસુરક્ષાની ભાવના વધી …!!

દુનિયામાં 86 ટકા લોકોમાં અસુરક્ષાની ભાવના વધી ...!!
દુનિયામાં 86 ટકા લોકોમાં અસુરક્ષાની ભાવના વધી ...!!

એક બાજુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો આપણા જીવનમાં ખુબ જ વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજીબાજુ દુનિયાના 86 ટકા લોકોમાં અસુરક્ષાની ભાવના વધતી જતી જોવા મળી રહી છે.

પહેલાના જમાનાની દુનિયાદારીની વાત જ કઇંક અગલ હતી. લોકોમાં લોકો પ્રત્યેની લાગણી ખુબ જ જોવા મળી રહી હતી.  તેમજ હળીમળીને રહેવાની ભાવનાની સાથોસાથ પોતાની આસપાસના લોકોના સુખમાં સાથ આપી દુઃખમાં સૌપ્રથમ આગળ રહેવાની લાગણી લોકોમાં જોવા મળતી હતી.

પરંતુ આજકાલના યુગમાં આ વસ્તુ ઘણાખરા અંશે લુપ્ત થતી જોવા મળી રહી છે! લોકોમાં માનવતા જાણે થોડા ઘણા અંશે લુપ્ત થતી જોવા મળી રહી છે! આજકાલ ચોરી, મારામારી, ખૂન વગેરેનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે.

સંયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી)ના માનવ સુરક્ષા પર જાહેર તાજેતરના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે કે, દર સાતમાંથી છ લોકો અસુરક્ષાની લાગણી અનુભવે છે.

અભ્યાસમાં કેટલાક એવા મોટા ખતરાની તપાસ કરવામાં આવેલ જે હાલના વર્ષોમાં ચિંતાજનક રહી. એમાં ડિઝીટલ કિનિક, વિષમતા, હિંસક, સંઘર્ષ, કોરોના મહામારીથી પેદા થયેલા પડકારો અને તેના નિકાલમાં સ્વાસ્થય સિસ્ટમની ક્ષમતા જેવા અસુરક્ષાના ખતરાઓ સામેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

રિપોર્ટ અનુસાર ભલે લોકો સરેરાશ લાંબુ, સ્વસ્થ અને સમૃદ્ધ જીવન પ્રશ્ન રહયા હોય પરંતુ કોરોના મહામારી અને અનેક દેશોમાં રસી ખુબ જ આસાનીથી ઉપલબ્ધ થવા છતાં સતત બીજા વર્ષે વૈશ્વિક જીવન પ્રત્યે અપેક્ષામાં ઘટાડો થયો છે.

કાર્બન ઉત્સર્જનમાં કપાત નિશ્ચિત કર્યા પછી પણ સદીના અંત સુધી તાપમાનમાં પરીવર્તનથી ચાર કરોડના મોતની આશંકા છે. વધુમાં રીપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, અમીર દેશોમાં લોકો છેલ્લા 10 વર્ષની સરખામણીમાં જિંદગી અંગે વધારે અસુરક્ષિતતા અનુભવી રહ્યા છે.

Read About Weather here

યુએનડીસીના પ્રશાસક અચિમ સ્ટેનરે જણાવ્યું હતું કે, વૈશ્વિક ધન પહેલા કરતા વધુ હોવા છતા પણ લોકો ભવિષ્યને લઇને આશકિત છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here