દારૂ પીવાથી થયેલા મોત મામલે વિમા ક્લેઈમ મંજુર ન થાય: સુપ્રિમ કોર્ટ

SC-વિમા
SC-વિમા

વિમા કંપનીની જવાબદારી સંપૂર્ણ રીતે કે પ્રત્યક્ષ રીતે કોઈ દૃુર્ઘટનાથી થયેલી ઈજાના મામલામાં વળતર આપવાની છે

Subscribe Saurashtra Kranti here

વધુ દારૂ પીવાના કારણે થયેલા મોતના મામલામાં સુપ્રિમ કોર્ટે વીમાના દાવાવાળી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહૃાુ છે કે આ કોઈ અકસ્માત નથી તેથી વિમાનુ ચુકવણુ થઈ ન શકે. સુપ્રિમ કોર્ટે કહૃાુ છે કે વીમા કંપનીની જવાબદૃારી સંપૂર્ણ રીતે કે પ્રત્યક્ષ રીતે દૃુર્ઘટનામાં પહોંચેલી ઈજાના મામલામાં જ વળતર આપવાની જોગવાઈ છે.

જસ્ટીસ વિનીત શરન અને જસ્ટીસ શાંતનગૌદરવાળી ખંડપીઠે રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગના ફેંસલાને યથાવત રાખતા કહૃાુ હતુ કે વિમા નીતિ હેઠળ આ પ્રકારના કેસમાં વળતર આપવાની કોઈ બંધારણીય જોગવાઈ નથી. મોત કોઈ દૃુર્ઘટનાને કારણે નહિ પરંતુ દારૂની ખરાબ લતને કારણે થયુ છે.

Read About Weather here

કોર્ટે કહૃાુ હતુ કે ૨૪ એપ્રિલ ૨૦૦૯ના રોજ રાષ્ટ્રીય આયોગે જે ફેંસલો સંભળાવ્યો હતો તેને યથાવત રાખીએ છીએ. અત્રે નોંધનીય છે કે હિમાચલ પ્રદેશ રાજ્ય વન નિગમમા તૈનાત એક ચોકીદારનું વધુ દારૂ પીવાને કારણે મોત થયુ હતુ તે પછી તેમના કાયદેસરના ઉતરાધિકારી નર્મદાદેવીએ અરજી દાખલ કરી વળતરની માગણી કરી હતી. આ ઘટના ૧૯૯૭ની છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં જણાવાયુ હતુ કે મોત વધુ દારૂ પીવાને કારણે અને દૃમ ઘુટવાને કારણે થયુ છે. આ મામલામાં રાષ્ટ્રીય ગ્રાહક વિવાદૃ નિવારણ આયોગના ફેંસલા બાદ અરજદૃારે સુપ્રિમ કોર્ટમાં દાદ માગી હતી. જો કે સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કર્યુ હતુ કે આ પ્રકારના મોત દૃુર્ઘટનાની શ્રેણીમાં નથી આવતા તેથી વિમા કંપનીની જવાબદારી વળતર આપવાની નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here