તોહમતદારો પર કાયમ લટકતી તલવાર રાખી શકાય નહીં: સુપ્રીમ

તોહમતદારો પર કાયમ લટકતી તલવાર રાખી શકાય નહીં: સુપ્રીમ
તોહમતદારો પર કાયમ લટકતી તલવાર રાખી શકાય નહીં: સુપ્રીમ

સીબીઆઇ અને ઇડીની તપાસમાં અસાધારણ વિલંબથી રોષ: તપાસ પુરી કરવાની સમયમર્યાદા નક્કી કરવાની તાકિદ

કેસની તપાસમાં સીબીઆઇ અને ઇડીમાં અસાધારણ વિલંબ અંગે અને ન સમજાય તેવી અવીરત ચાલતી પ્રક્રિયા અંગે ચિંતા વ્યકત કરતા સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટ ઠરાવ્યું હતું કે, તોહમતદારો પર કાયમ લટકતી તલાવર રાખી શકાય નહીં. તપાસ પુરી કરવાની કોઇ સમય મર્યાદા નક્કી થવી જોઇએ.

મુખ્ય ન્યાયમુર્તી એન.વી.રમણના અને જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ તથા સુર્યકાંતની બનેલી બેંચે ટકોર કરી હતી કે અમુક કેસોની તપાસ તો એક દાયકાથી ચાલી રહી છે અને ચાર્જ સીટ પણ ફાઇલ દાખલ કરવામાં આવ્યું નથી. તપાસ વ્યાજબી સમયમાં પુરી થઇ જાય એ માટે એક નિરિક્ષણ સમીતીની રચના થવી જોઇએ.

Visit Saurashtra Kranti Homepage here

એ સમીતીએ આવા કેસોની તપાસ પર નજર રાખી તેની સમય મર્યાદામાં પુરી થાય એ જોવું જોઇએ. સુપ્રીમે ટકોર કરી હતી કે, 1995નાં એક ટાડા કેસમાં હજુ સુધી આરોપો ફાઇલ કરવામાં આવ્યા નથી. સંસદો અને ધારાસભ્યો સામેના કેસમાં તપાસની અવીરત પ્રક્રિયા અંગે થયેલી એક અરજી પર સુપ્રીમે ઉપર મુજબ નિરિક્ષણ કર્યુ હતું.

સોલીસીટર જનરલ તુષાર મહેતાએ અદાલતમાં સુચવ્યું હતું કે, સાંસદો અને ધારાસભ્યો વિરૂધ્ધના કેસની તપાસ છ મહિનામાં પુરી થઇ જાય અને વ્યાજબી સમયમાં કેસ પુરો થઇ જાય એ સુનિશ્ર્ચિત કરવા માટે સુપ્રીમે તપાસનીસ સંસ્થાઓને જરૂરી આદેશ આપવો જોઇએ.

અલબત આવો આદેશ આપવા અંગે હજુ અવઢવ વ્યકત કરતા સુપ્રીમની બેંચે ઠરાવ્યું હતું કે, આપણા માટે કેસ ઝડપી ચલાવવા એવું કહેવું આશાન છે પણ અદાલતોમાં પુરતા જજ કયાં છે.? અલબત લોકપ્રતિનિધિઓ સામેના કેસમાં તપાસ ઝડપથી થવી જોઇએ અને જો જરૂર લાગે તો આરોપ નામુ તૈયાર કરીને મુકવું જોઇએ. તપાસની તલવાર લટકતી રાખી શકાય નહીં.

મુખ્ય ન્યાયમુર્તી રમણનાએ ટકોર કરી હતી કે, આવા કેસોમાં ધણા વર્ષોથી તપાસ ચાલી રહી છે. પણ તપાસનીસ સંસ્થાઓની નૈતિક હિમ્મત તુટે નહીં એ માટે અત્યારે સુપ્રીમ કોઇ આદેશ આપવા માંગતી નથી.

10 કે 15 વર્ષ પછી પણ ચાર્જ સીટ મુકાયું ન હોય તો તેનું કારણ પણ સીબીઆઇ કે ઇડી આપતા નથી. મુખ્ય ન્યાયમુર્તીએ કહયું હતું કે, મેં દરેક બેંચના જજને કોઇ નિરાકરણ શોધવા તાકિદ કરી છે. જેથી દરેકને ફાયદો થાય અને સમયસર કેસ પુરો કરી શકાય.

એમીકસ કયુરી અને સીનીયર એડવોકેટ વિજય હંસારીયાએ સુપ્રીમમાં જણાવ્યું હતું કે, આવા કેસોની તપાસમાં અસાધારણ વિલંબ થતો જોવા મળ્યો છે અને આવા કેસોના આંકડા આંચકા રૂપ અને વિચલીત કરી દે તેવા છે.

Read About Weather here

સીબીઆઇ એવું કહે છે કે, આવા એક કેસનો ખટલો 2030 સુધીમાં પુરો થશે. આવા વિધાનો ખુબ જ આધાત જનક છે સુપ્રીમ કોર્ટે આ દિશામાં તાત્કાલીક દરમ્યાનગીરી કરી સર્જીકલ સ્ક્રાયટ કરવાની જરૂર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here