‘ગોલ્ડન બોય’ નિરજ ચોપડાને ક્રિકેટ બોર્ડે આપ્યું રોકડ ઈનામ..

‘ગોલ્ડન બોય’ નિરજ ચોપડાને ક્રિકેટ બોર્ડે આપ્યું રોકડ ઈનામ..
‘ગોલ્ડન બોય’ નિરજ ચોપડાને ક્રિકેટ બોર્ડે આપ્યું રોકડ ઈનામ..

અન્ય તમામ મેડલ વિજેતાઓને BCCI દ્વારા ઇનામોની લ્હાણી: ટોકિયો ઓલિમ્પિકમાં ભારતનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ દેખાવ

ઓલિમ્પિકમાં અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ દેખાવ કરનાર ભારતીય ખેલાડીઓએ દેશને ગૌરવ અપાવ્યું છે. અગાઉના તમામ ઓલિમ્પિક કરતા સૌથી સુંદર દેખાવ કરી એક ગોલ્ડ સહિત કુલ 7 ચંદ્રક પહેલીવાર પ્રાપ્ત કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ભાલા ફેંકમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર નિરજ ચોપડાએ 13 વર્ષના લાંબા ગાળા બાદ એથલેટીક્ષમાં ભારતને ગોલ્ડ અપાવ્યો છે. 13 વર્ષ અગાઉ શુટીંગમાં અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ જીત્યો હતો. ચંદ્રક વિજેતા ભારતીયો પર આજે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ઇનામોની લ્હાણી કરવામાં આવી હતી.

ભારતીય ક્રિકેટ ક્ટ્રોલ બોર્ડના મંત્રી જય શાહે ટ્વીટર પર દેશના મેડલ વિજેતાઓને ઉસ્મા ભર્યા અભિનંદન આપ્યા હતા અને તમામ એથલીટ માટે જંગી રોકડ ઇનામની જાહેરાત કરી હતી. ભાલા ફેંકમાં ચેમ્પીયન નિરજ ચોપડાને રૂ.1 કરોડ અને રજતચંદ્રક વિજેતા મીરાબાઇ ચન્નુને રૂ50 લાખનું ઇનામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. બ્રોન્ઝ મેડલ જીતનારા દરેક એથલીકને રૂ.25-25 લાખનું ઇનામ અપાશે. એ જ રીતે બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય પુરૂષ હોકી ટીમને બોર્ડ દ્વારા રૂ. સવા કરોડનું ઇનામ અપાશે.

જય શાહે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ચંદ્રક પોડિયમ પર આવીને આપણા ખેલાડીઓએ દેશને ગૌરવ અપાવ્યું છે. એમના અદભુત પ્રયાસોની ભારતીય ક્રિકેટ બોર્ડ કદર કરે છે અને એમના માટે ઇનામ જાહેર કરતા બોર્ડ ખુબ ખુશાલી અનુભવે છે. ભારત માટે અભિનવ બિન્દ્રા બાદ પહેલીવાર ઓલિમ્પિકમાં નિરજ ચોપડાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

એથલેટીક્ષમાં પહેલીવાર ભારતને ગોલ્ડ મેડલ અપાવી નિરજ ચોપડાએ ગૌરવ ભર્યા ઇતિહાસનું એક નવું પાનું ભારતીય રમત-ગમત ઇતિહાસમાં ઉમેરી દીધુ છે. અત્રે એ જાણવું જરૂરી છે કે, ગોલ્ડન બોય નિરજ ચોપડાને અતિઆધુનિક ઝડપી બાઇકનો ખુબ જ શોખ છે એક તબક્કે 2019માં નિરજને કોણી પર ગંભીર ઇજા થઇ હતી અને તેની કારર્કીદી જોખમમાં મુકાઇ ગઇ હતી.

Read About Weather here

પણ મુંબઇના પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન દિનશા પારડીવાલાએ ઓપરેશન કરીને તેની કારર્કીદી બચાવી લીધી હતી. વિખ્યાત કુસ્તીબાજ ફોગટ બહેનોએ નિરજને ડોકટર પારડીવાલા પાસે મોકલ્યો હતો. રીહેબ કાર્યક્રમ બાદ તેનો હાથ એકદમ સાજો થઇ ગયો હતો આ એજ ઇજાગ્રસ્ત હાથે નિરજે ભારતને ગોલ્ડ અપાવ્યો છે.

ભાલા ફેંકમાં ફાઇનમાં પહોંચી પાંચમાં સ્તાને રહેલા પાકિસ્તાના અરસદ નદીમે નિરજને ઉસ્મા ભર્યા અભિનંદન આપ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here