ગુજરાત હાઇકોર્ટના બે જજ સહિત તમામ 9 જજનાં નામ સુપ્રીમ કોર્ટ માટે મંજુર કરતી કેન્દ્ર સરકાર

ગુજરાત હાઇકોર્ટના બે જજ સહિત તમામ 9 જજનાં નામ સુપ્રીમ કોર્ટ માટે મંજુર કરતી કેન્દ્ર સરકાર
ગુજરાત હાઇકોર્ટના બે જજ સહિત તમામ 9 જજનાં નામ સુપ્રીમ કોર્ટ માટે મંજુર કરતી કેન્દ્ર સરકાર

ગુજરાતના બેના ત્રિવેદી અને ગુજરાત હાઇકોર્ટના વડા ન્યાયમુર્તી વિક્રમનાથને હવે સુપ્રીમમાં સ્થાન મળશે: સુપ્રીમમાં નિયુકતી માટે મંજુર 9 જજ માંથી ત્રણ તો મહિલા જજ


ગુજરાતના એક મહિલા જજ સહિત ત્રણ મહિલા જજ અને છ અન્ય જજની પેનલનાં નામોને સરકારે મંજુરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુકત કરવા માટે સુપ્રીમ કોર્ટ કોલેજીયન દ્વારા આપવામાં આવેલી તમામ 9 જજની યાદીને કેન્દ્ર સરકારે મંજુર કરી હોય એવું આ પહેલીવખત બન્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આખરી મંજુરી માટે ત્રણ મહિલા જજ સહિત તમામ 9 જજનાં નામોની યાદી રાષ્ટ્રપતિ કોવિંદને મોકલી આપવામાં આવી છે. સુપ્રીમના આ નવા જજ તરીકે નિયુકત થનારા તમામ જજ 31મી ઓગસ્ટે શપથ લે તેવી શકયતા છે.

કર્ણાટક હાઇકોર્ટના જસ્ટીસ બી.વી.નાગરત્ના દેશના પહેલા પ્રથમ ન્યાયમુર્તી બનવે તેવી શકયતા છે. જો તેઓ સુપ્રીમના ચીફ જસ્ટીસ બનશે તો ભારતીય ન્યાય તંત્રના ઇતિહાસ માટે અનોખી ઘટના બનશે. દેશના મુખ્ય ન્યાય મુર્તી બનવાની દોડમાં પી.એસ.નરસીમહાનું નામ પણ આગળ ચાલી રહયું છે.

સુપ્રીમના ધારાશાસ્ત્રીમાંથી સીધા જજ તરીકે નિયુકત કરેલા જસ્ટીસ યુ.યુ.લલીત, મુખ્યન્યાય મુર્તી એન.વી.રમણા નીવૃત થયા પછી આવતા વર્ષે મુખ્ય ન્યાયમુર્તી પદ સંભાળે તેવી સંભાવના છે.

Read About Weather here

સુપ્રીમ કોર્ટના જજ માટે તમામ 9 નામની યાદી સ્વીકારી લેવાયાનું પહેલી વખત બન્યું છે. ગુજરાતમાંથી બે જજના નામની ભલામણ થઇ છે. ગુજરાજ હાઇકોર્ટ કોર્ટના વડા ન્યાય મુર્તી વિક્રમ નાથ અને ગુજરાત હાઇકોર્ટના જજ બેલા.એન.ત્રિવેદીની ભલામણ થઇ છે અને એમના નામોની મંજુરી મળી ગઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here