ગુજરાતનું એકમાત્ર સ્વચ્છ ‘વોટર પ્લસ’ મહાનગર બનતું સુરત

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

કેન્દ્રના શહેરી વિકાસ વિભાગ તરફથી સ્વચ્છ ભારત મિશનનું ખાસ પ્રમાણપત્ર: ગંદા પાણીના નિકાલ અને વૈજ્ઞાનિક શુધ્ધીકરણમાં સુરતની અનોખી સિધ્ધી: દેશમાં આવું પ્રમાણપત્ર મેળવનાર માત્ર 4 શહેર, ગુજરાતનું માત્ર 1

ભારત સરકારના સ્વચ્છ ભારત સર્વેક્ષણ 2021 અંતર્ગત સુરત શહેરને ગુજરાતનું પહેલુ અને એકમાત્ર સ્વચ્છ ભારત મીશન ‘વોટર પ્લસ’ મહાનગર જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રના શહેરી વિકાસ અને ગૃહનિર્માણ મંત્રાલય દ્વારા ખાસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતમાં એક સમયે સૌથી ગંદા શહેર તરીકે ગણાતા સુરત મહાનગરે છેલ્લા દાયકામાં કાયા પલટ કરી નાખી છે અને હવે સ્વચ્છતાના પ્રમાણ પત્ર મેળવતું થઇ ગયું છે. આવી સિધ્ધી મેળવનાર દેશના માત્ર 4 મહાનગરો છે. ગુજરાતનું એક માત્ર સુરતને આ બહુમાન મળ્યું છે.

ગંદા પાણીનો નિકાલ વાતાવરણમાં વૈજ્ઞાનિક શુધ્ધીકરણ વિના ન થાય એ મુખ્ય માપદંડના આધારે શહેરોની વોટર અને ગટર વ્યવસ્થાનો અભ્યાસ કરવામાં આવે છે. વૈજ્ઞાનિક રીતે રીફાઇન કરાયેલા નકામા ગંદા પાણીમાંથી 25 ટકા પાણીનો ઉપયોગ બાગાયત, ફુવારા, હવાની શુધ્ધતા તેમજ ઓદ્યોગીક હેતું માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

એ માટે મહાનગરમાં નિવાસી, ઉદ્યોગીક અને કોર્મ્સીયલ વિસ્તારોમાં ગટરોનું નેટર્વક હોવું જરૂરી છે. ગટરો અને વરસાદી પાણીના નિકાલ માટેની ભુર્ગભ ગટરોની નિયમીત સફાઇ થવી જોઇએ. એ પછી ગંદા પાણીનું સીવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુધ્ધીકરણ થવું જોઇએ. આ તમામ માપદંડમાં સુરત મહાનગરપાલિકા ખરી ઉતરી છે.

Read About Weather here

સુરતના મ્યુ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, વોડર પ્લાસ પ્રમાણપત્ર અપાય એ પહેલા ઉપરના તમામ માપદંડ ધ્યાનમાં લેવામાં આવે છે અને બાદમાં થર્ડ પાર્ટી નિરીક્ષણ કરવામાં આવે છે.

સુરતમાં 92 જેટલા સ્થળો, 40 પબ્લીક ટોયલેટ, 12 ઓપન રોડ, 12 યુરીનલ અને 16 જેટલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ચકાસણી કરવામાં આવ્યા બાદ સુરત મહાનગર આ સીધ્ધી મેળવી શકયું છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here