કોરોનાને કારણે વિખ્યાત કાવડ યાત્રા રદ

કોરોનાને કારણે વિખ્યાત કાવડ યાત્રા રદ
કોરોનાને કારણે વિખ્યાત કાવડ યાત્રા રદ

ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી પુષ્કર ધામીનો નિર્ણય

યુપીથી કોઇ કાવડીયા હવે હરીદ્વાર આવી નહીં શકે

હું લોકોના જાન સાથે રમત કરી ન શકુ : મુખ્યમંત્રી

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં મહત્વપૂર્ણ ગણાતી કાવડ યાત્રા આ વર્ષે મુલતવી રાખવાનો ઉત્તરાખંડની સરકારે નિર્ણય લીધો છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની વિનંતી છતાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ કાવડ યાત્રા કોરોનાને કારણે રદ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ધામીએ જાહેર કર્યુ હતું કે, હું લોકોના જાન સાથે રમત કરી શકુ નહીં. આ અગાઉ પૂર્વ મુખ્યમંત્રી તીરથસિંધ રાવતના શાસન કાળમાં યાત્રા રદ રાખવાનો નિર્ણય લેવાયો હતો. નવી સરકાર મંજુરી આપશે એવી અટકળો ચાલી રહી હતી પરંતુ એવું થયું નથી.

Subscribe Saurashtra Kranti here

મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું હતું કે, કોવિડની બીજી લહેરનું જોખમ હજુ માથા પર છે અને ઉત્તરાખંડમાં ડેલ્ટા+ વેરીયેન્ટનો કેસ પણ નોંધાયો છે ત્યારે અમે યાત્રાધામ હરીદ્વારને મહામારી ગ્રસ્ત બનાવી ન શકીએ. લોકોના જાન-માલની રક્ષા વધુ મહત્વ ધરાવે છે. લોકોના જાન સાથે રમત કરી શકાય નહીં. મહામારીમાં લોકોના જીવનનું રક્ષણ કરવું જરૂરી છે. કોઇ જાન હાની થાય એવું ભાગવાન પણ ન ઇચ્છતા હોય.

કોરોનાને કારણે સતત બીજા વર્ષે પ્રખ્યાત કાવડ યાત્રા રદ થઇ છે. અગાઉ રાવત સરકારે મુલત્વી રાખી હતી. આ વર્ષે યાત્રા યોજવા દેવા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે ખુદ માંગણી કરી હતી અને કાવડીયાઓને યુપીથી હરીદ્વાર આવવા માટે મંજુરી આપવા ધામીને અનુરોધ કર્યો હતો. પરંતુ ઉત્તરાખંડ સરકારે યાત્રા જ રદ કરી નાખી છે. મોટા ભાગના કાવડીયા દિલ્હી, યુપી અને હરીયાણાથી આવતા હોય છે.

Read About Weather here

હરીદ્વાર સુધીના મુખ્ય હાઇ-વે સહિતના તમામ માર્ગો પરથી પગે ચાલીને કાવડીયા ઝપાટાભેર આવતા હોય છે ઘણી વખત અકસ્માતો પણ સર્જાઇ છે અને હાઇ-વે પર અથડામણો પણ થતી હોય છે. મુખ્યમંત્રી ધામીએ નવી દિલ્હી જઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે આ મુદ્ા પર ચર્ચા કરી સલાહ પણ મેળવી હતી. ઉત્તરાખંડ સરકારના નિર્ણયને રાજયમાં વ્યાપક આવકાર મળી રહયો છે.

અનેક સામાજીક અને રાજકીય અગ્રણીઓએ નિર્ણયને આવકારી જણાવ્યું છે કે, રાજય સરકારે ખુબ ડહાપણ ભર્યો નિર્ણય લીધો છે અને સ્પષ્ટ વલણ અખત્યાર કર્યુ છે. હવે આપણે આપણી તમામ શકિત મહામારીને ડામવા પાછળ ખર્ચવી જોઇએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here