કોરોનાના 15 દિવસના લક્ષણ હવે માત્ર 3 દિવસમાં!!!

કોરોનાના 15 દિવસના લક્ષણ હવે માત્ર 3 દિવસમાં!!!
કોરોનાના 15 દિવસના લક્ષણ હવે માત્ર 3 દિવસમાં!!!

અશક્તિ, તાવ, ગળું પકડાવું, 3 દિવસમાં ઝાડા થવા, ઓક્સિજન લેવલ ઝડપથી ઘટવું,

અમુક લોકો ઘણા દિવસ થયા હોવા છતા ઘરે પોતાની રીતે જ સારવાર કરતા હોવાથી મૃત્યુઆંક વધી રહ્યો છે

રાજકોટ સહિત ગુજરાતમાં કોરોનાની બીજી લહેર અતિતીવ્ર છે. દરરોજ હવે 10 હજાર કેસ આવવા લાગ્યા છે અને 100 જેટલા દર્દી મોતને ભટી રહ્યા છે તેમજ ગુજરાતમાં ક્યાંય બેડ પણ ખાલી નથી. જોકે નવા સ્ટ્રેનમાં લક્ષણો બદલાયાં હોવાથી લોકો કોરોનાને ઓળખી શકવામાં થાપ ખાય રહ્યા છે.

Subscribe Saurashtra Kranti here

કોરોનાના નવાં લક્ષણો અંગે ભારતમાં સૌથી વધુ ઓટોપ્સી કરનાર રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોકટર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તાવ આવવો, અશક્તિ લાગવી, ગળું પકડાય જવું, 2થી 3 દિવસમાં દર્દીને ઝાડા થઇ જવા અને ઓક્સિજન લેવલ ઝડપથી નીચે સરકી જવું જેવાં નવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. કોરોનાની નવી લહેરની તીવ્રતા ખૂબ જ વધુ છે. પહેલાં આ વાયરસ 15 દિવસમાં બોડીમાં અસર કરતો હતો, પરંતુ હવે માત્ર 3 દિવસમાં શરીરના અવયવોને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે છે.

આ વાયરસ શરીરમાં ઝડપથી ફેલાય છે. એની સ્પીડ વધી છે. કોઇને પણ આવાં લક્ષણો દેખાય તો તાત્કાલિક રિપોર્ટ કરાવી લેવો જોઇએ. મૃત્યુઆંક વધી રહ્યો છે તે પાછળનું કારણ આપતાં જણાવ્યું હતું કે લોકો કોરોના વધુ ફેલાય ગયા બાદ સારવારમાં આવે છે અને અમુક લોકો પોતાની રીતે ઘરે સારવાર કરવા લાગે છે. ડોક્ટરની સલાહ મુજબ રેમડેસિવિર ઇન્જેક્શનનો ઉપયોગ કરવો જોઇએ.

હવેનો કોરોના સમય આપતો નથી, કોરોનાનું ઇન્ફેક્શન પ્રમાણમાં ફાસ્ટ થઇ ગયું છે. અનેક કેસમાં ફેફસાંની બંને સાઇડ ન્યૂમોનિયાનું પ્રમાણ વધી રહ્યું છે. તેમજ શરીરમાં પ્લેટલેટ ઘટી જવા જેવી સમસ્યા પણ સામે આવી રહી છે. ડેંગ્યુ જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. આ સિવાય આંખમાં ખંજવાળ આવવી અને ચામડીમાં ફોલ્લાં પડી જવા જેવા લક્ષણો પણ જોવા મળે છે. અમુક લક્ષણોના લીધે હાર્ટએટેક અને પેરાલિસિસની શક્યતા વધી જાય છે.

પહેલા કરતા હવેનો જે કોરોના છે તેના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. હવેના કોરોનાનો વાઇરલ લોડ વધુ છે, એટલું નહીં, પરંતુ તેની શરીરમાં સ્પ્રેડ થવાની ક્ષમતા પણ વધી ગઇ છે. એકદમ ઝડપથી ઇન્ફેક્શન થાય છે અને ફેફસાં સુધી પહોંચી જાય છે. ન્યૂમોનિયા થતા વાર લાગતી નથી.

Read About Weather here

એક તરફ દર્દીની સંખ્યામાં પણ વધારો થાય છે અને ખાસ તો કો-મોર્બિડિટીના દર્દીઓને વધુ અસર થાય છે. જેમાં રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત ઉભી થાય છે. આવા દર્દીને ઓછામાં ઓછા 6 ઇન્જેક્શન આપવા પડે છે. જો દર્દીને વાઇરલ ઇન્ફેક્શન વધુ હોય તો 10 ઇન્જેક્શન સુધીનો કોર્સ કરવો પડે છે. જેથી કરીને હાલ 10 ટકા દર્દીને આવા ઇન્જેક્શનની જરૂર ઉભી થાય છે અને ઇન્જેક્શનની માગ વધે છે.

આજે એક વ્યક્તિ અન્ય 10 થી 15 વ્યક્તિઓને સંક્રમિત કરી શકે છે. જેના પરથી આપણે અંદાજ લગાવી શકાય કે આ સંક્રમણનો પ્રભાવ એટલો વ્યાપક અને જોખમી છે. આ કમરમાં દુખાવો, આંખમાં બળતરા અને અશક્તિ જેવા નવા લક્ષણો દેખાઈ આવ્યા છે. કોરોના સંક્રમણની ચેન તોડવા લોકડાઉન ખૂબ જરૂરી છે. સમયસર લોકડાઉન નહીં કરીએ તો સંક્રમણનો વ્યાપ વધતો અટકાવવો એ આપણા સૌના માટે પડકારરૂપ બની જશે. અત્યારે આપણી હેલ્થકેર સિસ્ટમ ભાંગી પડવા ના આરે આવીને ઊભી છે. જે આપણા માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here