કોઇ જવાબદારી વિના સોશિયલ મીડિયા પર સમાચારોનું કોમી રંગ આપીને પ્રસારણ કરવા સામે સુપ્રીમની સખ્ત નારાજગી

કોઇ જવાબદારી વિના સોશિયલ મીડિયા પર સમાચારોનું કોમી રંગ આપીને પ્રસારણ કરવા સામે સુપ્રીમની સખ્ત નારાજગી
કોઇ જવાબદારી વિના સોશિયલ મીડિયા પર સમાચારોનું કોમી રંગ આપીને પ્રસારણ કરવા સામે સુપ્રીમની સખ્ત નારાજગી

તબલીગી જમાતના નીઝામુદિન મરકઝ વિશેના કોવિડ અહેવાલોના પ્રસારણ સામેની અરજી પર સુનાવણી

મુખ્ય ન્યાય મુર્તી રમણાનો સ્પષ્ટ મત : દરેક સમાચારને કોમી રંગ આપવાથી દેશનું નામ ખરાબ થઇ રહયું છે: કેન્દ્ર સરકારની એફીડેવીટમાં ઉડાવ જવાબથી ખુબ જ નારાજ થયા મુખ્ય ન્યાય મુર્તી

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાય મુર્તી એન.વી.રમણાએ સોશિયલ મીડિયા અને વેબ પોર્ટલ પરથી પ્રસારીત થતા દરેક સમાચારો અને અહેવાલોને કોમી રંગ આપવા સામે સખ્ત નારાજગી દર્શાવી હતી. કોઇ પણ પ્રકારની જવાબદારી વિના પ્રસારીત કરાતા બનાવટી અને ખોટા સમાચારોને કારણે દેશનું નામ બદનામ થઇ રહયું છે. મુખ્ય ન્યાય મુર્તીએ તીખી ટકોર કરી હતી કે, આ પ્રકારના દરેક સમાચારોને કોમી રંગ આપી દેવામાં આવે છે બહુ મોટી સમસ્યા છે.

કોવિડ કાળ વખતે બદનામ થઇ ગયેલા તબલીગી જમાતના મરકઝ વિશે ખોટા સમાચારો પ્રસારીત થઇ રહયા હોવાની ફરીયાદ સાથે જમીયત ઉલેમા એ હિંદ સંસ્થાએ દાખલ કરેલી અરજી પણ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઇ હતી ત્યારે ચીફ જસ્ટીસ રમણાએ ટકોર કરી હતી કે, આવા ખોટા સમાચારોનું પ્રસારણ અટકાવવાની દિશામાં કેન્દ્ર સરકારે જરૂરી આદેશો બહાર પાડવા જોઇએ.

Read Local News / Articles : Saurashtra , Gujarat

તબલીગી જમાતના મરકઝ અંગેના અહેવાલો વેવપોર્ટલ પર પ્રસારીત થતા રહે છે જેને કોમી રંગ આપવામાં આવી રહયો છે. મુખ્ય ન્યાય મુર્તીએ ટકોર કરી હતી કે સમાચારોને કોમવાદી રંગ અપાઇ છે અને આ આજની બહુ મોટી સમસ્યા છે જેનાથી દેશનું નામ ખરાબ થાય છે. તેમણે કહયું હતું કે, ટ્વીટર, ફેસબુક અને યુ ટયુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જજની ટકોરને પણ ગણકારતા નથી અને કોઇ પણ સંગઠન વિશે કોઇજાતની જવાબદારી વિના લખાણ પ્રસારીત કરતા હોય છે. આવા બનાવટી સમાચારોના પ્રસારણ પર કોઇ અંકુશ મુકાતો નથી. યુ ટયુબનો અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવશે કે કેટલા મોટા પાયે બનાવટી સમાચારોનું બનાવટી કરવામાં આવે છે.

Read About Weather here

આ મુદ્ા પર સરકારે રજૂ કરેલી એફીડેવીટના ઉડાઉ જવાબથી પણ સુપ્રીમ કોર્ટ સખ્ત નારાજ થઇ હતી અને મુખ્ય ન્યાય મુર્તીએ એવી ટકોર કરી હતી કે, વાણી સ્વત્ર્તાના અધિકારનો મોટા પાયે દુર ઉપયોગ થઇ રહયો છે. આ ટકોરના જવાબમાં સરકાર વતી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ ર્કોટને ખાત્રી આપી હતી કે આઇટીના નવા નીતિ નિયમો થકી આવા તમામ અહેવાલો સામે પગલા લઇ શકાશે. દરમ્યાન તબલીગી જમાતના મુદ્ા પર કેન્દ્ર સરકારે સુપ્રીમમાં આપેલી એફીડેવીટમાં સ્પષ્ટ દર્શાવ્યું હતું કે, દિલ્હી ખાતે તબલીકીઓના મરકઝમાં મોટા પાયે લોકોની હાજરીને કારણે કોરોના ફેલાયો હતો. આરોગ્ય કર્મીઓ પર હુમલા પણ થયા હતા. એ અંગેના તમામ સમાચારો સાચા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here