કેન્દ્ર અને રાજય સરકાર વચ્ચે સિધા સંઘર્ષના મંડાણ

કેન્દ્ર અને રાજય સરકાર વચ્ચે સિધા સંઘર્ષના મંડાણ
કેન્દ્ર અને રાજય સરકાર વચ્ચે સિધા સંઘર્ષના મંડાણ

મોદી કેબીનેટના મંત્રી નારાયણ રાણેની ધરપકડ અને રાતો રાત જામીન

અંતે શિવસેનાએ ભાજપ સરકાર પર મોહર ભરાવ્યા, નવા-જૂનીના એંધાણ

મંત્રી રાણે આજે હાઇકોર્ટમાં એફઆઇઆર વિરૂધ્ધ કેસ દાખલ કરશે


કેન્દ્રની એનડીએ સરકારમાં કેબીનેટ કક્ષાનો દરજો ભોગવતા કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્રના અગ્રણી નેતા નારાયણ રાણેની ગઇકાલે રાત્રે નાટયાત્મક ઢબે ધરપકડ કરી લેવામાં આવ્યા બાદ રાતો રાત અદાલતમાંથી જામીન મળી ગયા હતા.

રાયગઢ જિલ્લાના મહાળ વિસ્તારની એક સ્થાનિક કોર્ટના મેજીસ્ટે્રટે રાણેને રાતો રાત એટલે કે મોડી રાતે જામીન આપી દીધા હતા. રતનાગીરીની અદાલતે આગોતરા જામની આપવાની મનાઇ કર્યા બાદ બીજી સ્થાનિક અદાલતે જામની આપી દીધા હતા.

Visit Saurashtra Kranti Homepage here

દરમ્યાન મોદી સરકારના કેબીનેટ કક્ષાના મંત્રીની ધરપકડથી ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે અને મોદી સરકાર તથા મહારાષ્ટ્રની ઉધ્ધવ સરકાર વચ્ચે સીધો સંઘર્ષ શરૂ થઇ જવા પામ્યો છે. અગાઉ એક કાર્યક્રમમાં નારાયણ રાણેએ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને થપ્પડ મારી દેવાની ધમકી ઉચ્ચારી હતી. આ કિસ્સામાં ગઇકાલે પોલીસે એફઆઇઆર નોંધી હતી અને રાતો રાત રાણે જમી રહયા હતા ત્યારે પોલીસે એમને ઉપાડી લીધા હતા.

મહાડની અદાલતે જામની આપવા સાથે 30 ઓગસ્ટ અને 13 સપ્ટેમ્બરે રાણેને મહાડ સીટી પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની સરતે રૂ.15 હજારના રોકડ જામની પર મુકત કર્યા હતા. એમના અવાજનું સેમ્પલ લેવા માટે રાણેને સાત દિવસની નોટીસ ફટકારવામાં આવનાર છે.કેબીનેટ મંત્રીની ધરપકડથી માંડીને જામની સુધીની પ્રક્રિાય ખુબ જ નાટયાત્મક રહી હતી. અગાઉ શિવસેનાના કાર્યક્રમમના ઉગ્ર દેખાવો અને ભાજપ સાથે અથડામણની ઘટનાઓ પણ બની હતી.

જૂદા-જૂદા સ્થળે શિવ સેનિકો તોફાને ચડયા હતા અને ભાજપ કાર્યાલયો પર ભોર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. અથડામણોમાં 10 પોલીસ કર્મચારીઓ અને બે શિવસેનિકોની ઇજા થઇ હતી.

દરમ્યાન રાણેના ધારાશાસ્ત્રીની ટીમ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, બુધવારે રાણે સામેની કાઢી નાખવાની વિનંતી સામે મુંબઇ હાઇકોર્ટમાં દાવો દાખલ કરવામાં આવશે. કેમ કે આ કેસમાં રાણે સામે મહારાષ્ટ્રમાં ચાર સ્થળે મહાડ, નાશીક, પૂણે અને થાણેમાં શિવસેનાએ ફરીયાદો દાખલ કરી હતી.

દરમ્યાન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ કેબીનેટ મંત્રીની ધરપકડને બંધારણ મુલ્યના ઉલ્લંધન સમાન ગણાવી હતી. મહારાષ્ટ્રમાં પૂર્વ મુખ્યમંત્રી ડેવેન્દ્ર ફડણ વિશે પ્રત્યાધાત આપ્યો હતો કે, ઉધ્ધવ ઠાકરે સામેના રાણેના નિવેદનને ભાજપ ટેકો આપતો નથી એ જ રીતે સરકારે જે રીતે પગલા લીધા છે તેને પણ ભાજપ ટેકો આપતો નથી.

બદલો લેવા માટે ઉધ્ધવ ઠાકરે સરકાર પોલીસનો દુરઉપયોગ કરી રહી છે. આવી ભાષાતો શિવસેનાના હોદ્ેદારો અવાર-નવાર બોલતા હોય છે. ઉધ્ધવ ઠાકરે ખુદ એક સમયે યોગી આદિત્યનાથને ચપ્પલોથી ફટકારવાની ધમકી આપી હતી.

જયારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે ધરપકડનું પગલુ વ્યાજબી ગણાવ્યું હતું અને ટકોર કરી હતી કે, કોઇ વ્યકિત મુખ્યમંત્રીને ધમકી આપે તો શું પોલીસ અને અદાલત પગલા ન લે? સેનાના બીજા એક સાંસદે રાણેને કેબીનેટમાંથી કાઢી મુકવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખયો છે.

Read About Weather here


રાણેએ પોતાના બચાવમાં ફરી બતાવયું હતું કે, મેં એવું કિધુ હતું કે મેં કદાચ થપ્પડ મારી દીધી હોત. થપ્પડ મારી જ દઇશ એવું ન હતું કહયું. આ રીતે રાયગઢ જિલ્લાના રતનાગીરી ખાતે રાણેની ધરપકડ અને જામની બાદ કેન્દ્ર અને રાજય સરકાર વચ્ચે સિધ્ધા સંઘર્ષના મંડાણ થઇ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here