કાશ્મીરમાં ‘લશ્કરના કમાન્ડર સહિત ત્રણ ખુંખાર આતંકવાદી ઠાર’

કાશ્મીરમાં ‘લશ્કરના કમાન્ડર સહિત ત્રણ ખુંખાર આતંકવાદી ઠાર’
કાશ્મીરમાં ‘લશ્કરના કમાન્ડર સહિત ત્રણ ખુંખાર આતંકવાદી ઠાર’

સુરક્ષા દળોને મોટી સફળતા, અરણ્યા સરહદે રહસ્યમય ચીજ દેખાઇ: બીએસએફ જવાનોના ગોળીબાર બાદ ભેદી ચમકતી વસ્તુ અલોપ

જમ્મુ અને કાશ્મીરમાં ઘુસી ગયા બાદ આતંકવાદીઓએ કોઇ મોટી વારદાતને અંજામ આપતા પહેલા જાન ગુમાવવો પડે છે. એકદમ સાવધ અને સચેત સુરક્ષાદળોના પ્રયાસોને કારણે કાશ્મીર ખીણ ત્રાસવાદીઓ માટે હવે નર્ક બની ગઇ છે.

આજે પુલવામા વિસ્તારમાં થયેલી જોરદાર અથડામણમાં સલામતી દળોએ ત્રણ ખુંખાર આતંકવાદીઓને ઠાર મારી દીધા હતા. ઠાર થયેલા પૈકી એક ત્રાસવાદી પાકિસ્તાની સંગઠન લશ્કરનો કમાન્ડર હોવાનું જાહેર થયું હતું. કાશ્મીરમાં સલામતીદળોને આ બહુ મોટી સફળતા મળી છે.

Subscribe Saurashtra Kranti here

દરમ્યાન જમ્મુની અરણ્યા સરહદ પર આજે વહેલી સવારે એક ચમકતી ચીજ ભારતીય સરહદની નજીક આકાશમાં ઘુમરાતી નજરે પડી હતી. બીએસએફના સર્તક જવાનોએ ગોળીબાર કરતા આ ભેદી ચળકતી વસ્તુ અલોપ થઇ ગઇ હતી. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં વ્યાપક પણે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

Read About Weather here

પાકિસ્તાન તરફથી વારંવાર ડ્રોન મોકલવાની કાવતરા બાજી થતી રહે છે. આજે સવારે દેખાયેલી ભેદી ચીજ ડ્રોન હતું કે અન્ય કોઇ ચીજ એ વિશે હજુ ભારતીય દળો તરફથી સત્તાવાર કશુ જાહેર કરવામાં આવ્યું નથી. પણ પાકિસ્તાન દ્વારા ડ્રોનના અડપલા ચાલુ રહયા છે. જેનો જવાબ સાવધ જવાનો આપી રહયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here