ઓરિસ્સા સાવધાન: આવતીકાલે યાસ વાવાઝોડુ ત્રાટકશે

બાલાસુર, ચાંદીપુર સહિતનાં કાંઠાળું વિસ્તારોમાં તોફાની વરસાદ: બુધવારે સવાર સુધીમાં ઓરિસ્સાના કાંઠે લેન્ડફોલની શક્યતા

બંગાળ ઉપર પણ ખતરો, આંધ્રપ્રદેશમાં એલર્ટ

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર હવે ભયાનક વાવાઝોડાનું રૂપ લઇ ચુક્યું છે અને બુધવારે સવાર સુધીમાં ઓરિસ્સા અને બંગાળના કાંઠાળ વિસ્તારો પર ત્રાટકે તેવી હવામાન ખાતે આગાહી કરી છે જોકે હવામાન નિષ્ણાંતોએ એવું પણ જણાવ્યું છે કે વાવાઝોડું કાંઠા સુધી પહોચતા પહેલા નબળું પડી જવાની શક્યતા છે. ગતિ પણ ઓછી થવાની શક્યતા છે.

Subscribe Saurashtra Kranti here

દરમ્યાન વાવાઝોડાની અસરથી ઓરોસ્સાના બાલાસુર અને ચાંદીપુર, ડિગા, પૂર્વમેદનીપુર વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડ્યાના વાવડ મળી રહ્યા છે

હવામાન ખાતા શક્યતા દર્શાવી છે કે યાસ વાવાઝોડાની ગતિ અને શક્તિ ઓછા થવા છતાં ચિંતાનું કારણ બની રહી છે. ઓરિસ્સા અને બંગાળના કાંઠા વિસ્તારમાં તંત્ર એકદમ સાવજ બન્યું છે. બાલાસુર જીલ્લામાંથી લોકોનું સ્થળાંતર શરુ કરી દેવાયું છે અને ચાંદીપુર સેન્ટરમાં લઇ જવામાં આવ્યા છે. ભારે વરસાદ પડી રહ્યો હોવાથી નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ખસેડવામાં આવી રહ્યા છે. યાસ વાવાઝોડાની અસરથી ભુવનેશ્વરમાં પણ વરસાદ શરુ થઇ ગયો છે.

Read About Weather here

પશ્ચિમ બંગાળમાં એન.ડી.આર.એફ ની વધુ 10 ટીમ સહિત કુલ 45 ટીમ કાંઠાળ વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે. બંને રાજ્યોની સરકારોએ યુધ્ધના ધોરણે સાવચેતીના પગલા લીધા છે અને અત્યાર સુધીમાં હજારો લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે. બિહાર અને ઝારખંડમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કોંગ્રેસના વરિષ્ટ નેતા રાહુલ ગાંધીએ વાવાઝોડા સમયે લોકોને મદદ પહોંચી જવા કોંગ્રેસના કાર્યકરોને આદેશ આપ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here