ઇલેક્ટોરલ બોન્ડના વેચાણ પર પ્રતિબંધ મુકવા પર સુપ્રીમનો આદેશ…

ઇલેક્ટોરલ-બોન્ડ્સ
ઇલેક્ટોરલ-બોન્ડ્સ

Subscribe Saurashtra Kranti here

ઇલેક્ટોરલ બોન્ડ્સ પર રોક લગાવવાનો ઇનકાર કરતાં ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે

સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો છે. શુક્રવારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ નામની એનજીઓની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં પશ્ર્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ૧ એપ્રિલથી નવા ઇલેક્ટોરલ બોન્ડના વેચાણ પર પ્રતિબંધની માંગ કરી છે. જેના પર સુપ્રીમ કોર્ટે આવા કોઈ આદેશ આપવાનો ઇનકાર કરી દીધો છે.

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ વતી સુપ્રીમ કોર્ટમાં હાજરી આપતા એડવોકેટ પ્રશાંત ભૂષણએ જણાવ્યું હતું કે, ઇલેક્ટોરલ બોન્ડ ફંડના નામે લાંચ આપીને શાસક પક્ષને તેમનું કામ કરાવવાનું સાધન બની ગયું છે. પ્રશાંત ભૂષણે કહૃાું હતું કે પહેલી એપ્રિલથી નવા બોન્ડ્સ ખરીદી શકાય છે. આ બોન્ડ ચૂંટણીમાં શેલ કંપનીઓ દ્વારા રાજકીય પક્ષો માટે ગેરકાયદેસર ભંડોળ છે. આ કિસ્સામાં, તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

Read About Weather here

ઇલેક્ટરલ બોન્ડ્સ પર રોક લગાવવાનો ઇનકાર કરતાં ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે કહૃાું કે વર્તમાન ઇલેક્ટ્રોલ બોન્ડ યોજના વર્ષ ૨૦૧૮ માં અમલમાં આવી હતી, ત્યારબાદ તે ત્રણ વર્ષથી વેચાણમાં છે. આને રોકવાનું કોઈ કારણ નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here