આયાતી ખાધ્ય તેલનું ભારણ ઘટાડવા રૂ.11040 કરોડની યોજના

આયાતી ખાધ્ય તેલનું ભારણ ઘટાડવા રૂ.11040 કરોડની યોજના
આયાતી ખાધ્ય તેલનું ભારણ ઘટાડવા રૂ.11040 કરોડની યોજના

ખાધ્ય તેલ-પામ ઓઇલ નેશનલ મિશનને મોદી સરકારની મંજુરી: તેલીબીયાનાં ઉત્પાદન અને પામ ઓઇલના ઘર આંગણે ઉત્પાદન પર જોર: ખાધ્ય તેલોની આયાત ઘટાડી વિદેશી હુડીયામણ બચાવવાનું આયોજન: 15 ઓગસ્ટ આઝાદી દિને વડાપ્રધાને લાલ કિલ્લા પરથી યોજના જાહેર કરી હતી

Visit Saurashtra Kranti Homepage here


ખાધ્ય તેલોની આયાત પરનું અવલોકણ ઘટાડવા અને કિંમતી વિદેશી હુડીયામણ બચાવવા માટે તૈયાર કરાયેલી રૂ.11040 કરોડની મહત્વ કાંક્ષી ખાધ્ય તેલ અને પામ ઓઇલ નેશનલ મીશન યોજનાને ગઇકાલે કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી દીધી હતી. કેબીનેટની બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે યોજનાની વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી હતી.


તેલીબીયા ઉત્પાદનનો જમીની વિસ્તાર વધારવા, પામ ઓઇલનું ઉત્પાદન વધારવા અને તેલીબીયા માટેના પાર્કને વધુ મદદ પહોંચાડવા માટે આ મહત્વ કાંક્ષી યોજના તૈયાર કરવામાં આવી છે. દેશ પાસે જેટલી ક્ષમતા છે તેનો ઉપયોગ કરીને ઘર આંગણે ઉત્પાદન વધારી ખાધ્ય તેલોની આયાત પરનો અવલોબન ઘટાડવામાં આવશે. પામ ઓઇલ ઉત્પાદકોને વ્યાજબી ભાવ માટેની ખાત્રી પણ આપવામાં આવી છે.


ઠાકુરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 15મી ઓગસ્ટ આઝાદી દીને લાલ કિલ્લા પરથી આ નવી કેન્દ્રીય યોજના જાહેર કરી હતી. ખાધ્ય તેલોની મોટા પાયે આયાત કરવી પડે છે એટલે ઘર આંગણે જ ખાધ્ય તેલોનું ઉત્પાદન વધે એ મહત્વનું છે. પામ ઓઇલના ઉત્પાદન માટે નોર્થ ઇસ્ટના રાજયો અને આદામન અને નીકોબાન ટાપુની ભૂમી અનુકુળ હોવાથી સમગ્ર ધ્યાન તેના પર કેન્દ્રીત કરવામાં આવશે.


કર્ણાટકા અને કેરળ પણ પામ ઓઇલના ઉત્પાદન માટે અનુકુળ હોવાથી તેના પર ધ્યાન આપી શકાય તેમ છે. જો એવું બને તો પામ ઓઇલ અને અન્ય ખાધ્ય તેલોનું ઉત્પાદન ઘર આંગણે મોટાપાયે વધી શકે તેમ છે.

કરોડો રૂપિયાનું વિદેશી હુડીયામણ પણ બચાવી શકાય તેમ છે. વડાપ્રધાન દેશને પામ ઓઇલ ઉત્પાદનમાં આત્મ નિર્ભર બનાવવા માગે છે. ભારતને તેની જરૂરીયાતના 60 ટકા જેટલુ ખાધ્ય તેલ આયાત કરવું પડે છે. અત્યારે સૌથી મોટો આયાતકાર ભારત જ છે. વર્ષે દહાડે ભારત 1 કરોડ 30 લાખ ટન જેટલુ ખાધ્ય તેલ વિદેશથી આયાત કરે છે

Read About Weather here

જેમાં મોટો જથ્થો પામ ઓઇલનો હોય છે. આ લાગણીનો પડધો વડાપ્રધાને વ્યકત કર્યો હતો અને લાલ કિલ્લા પરથી જણાવ્યું હતું કે, જો ઘઉં, ચોખા, ખાંડના ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર થઇ શકયું હોય તો ખાધ્ય તેલોની આયાત શું કામ ઘટાડી ન શકે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here