આજે આતંકવાદ વિરોધી દિવસ

આતંકવાદ વિરોધી દિવસ
આતંકવાદ વિરોધી દિવસ

આતંકવાદ એ આજનાં વિશ્વની સૌથી મોટી સમસ્યા છે

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની તમિલનાડુના શ્રીપેરંબદૂરમાં આતંકવાદીઓએ 21 મે 1991નાં દિવસે હત્યા કરી દીધી હતી માટે આ દિવસને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઊજવાય છે. વિશ્વના દેશો વચ્ચે આ એક સળગતી સમસ્યા છે.

Subscribe Saurashtra Kranti here

તેનાથી દુર રહેવું હોય તો બધા દેશોએ સાથે મળીને પ્રયત્નો કરવા પડશે. સમગ્ર સૃષ્ટિમાં વસુધૈવ કુટુંબક્મની ભાવનાને ઉજાગર કરવી પડશે. આપણે સૌ પૃથ્વીનાં સંતાનો છીએ. સર્વેએ સાથે મળીને તેનો સંહાર કરવાને બદલે તેનો ઉદ્ધાર થાય તેવા પ્રયત્નો સતત કરતાં રહેવા જોઈએ. આંતકવાદનાં વિરોધમાં વિવિધ કાર્યક્રમો યોજાય છે અને લોકોને તે અંગે જરૂરી જાણકારી પણ આપવામાં આવે છે. અહીં એ મહત્વનું છે કે વિશ્વ આખું આતંકવાદ વિરોધી થવું જોઈએ. અહીં ફક્ત કોઈ દેશ કે સમાજ પ્રત્યે વિરોધની લાગણી દર્શાવવી અતિશયોક્તિભર્યું છે.

Read About Weather here

દેશમાં આતંકવાદ વિરોધી દિવસ કેવી રીતે વિભિન્ન રીતે મનાવવામાં આવે છે…

આતંકવાદ અને હિંસાના જોખમ પર શાળા, કોલેજ અને વિશ્વવિદ્યાલયમાં ડિબેટ અથવા ચર્ચાનું આયોજન કરવામાં આવે છે.

આતંકવાદ અને ત્યારબાદની તેની આડઅસર વિશે લોકોને માહિતગાર કરવા માટે શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આતંકવાદની અસર વિશે લોકોમાં જાગરૂકતા લાવવા માટે રેલીઓ અને પરેડનું આયોજન કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here