આઇસ્ક્રીમ ઠંડા હોવાનું કહીને કસ્ટમરે મેળવ્યું રીફન્ડ… !!

આઇસ્ક્રીમ ઠંડા હોવાનું કહીને કસ્ટમરે મેળવ્યું રીફન્ડ... !!
આઇસ્ક્રીમ ઠંડા હોવાનું કહીને કસ્ટમરે મેળવ્યું રીફન્ડ... !!

આઇસક્રીમ એટલે જેનું નામ સાંભળીને જ મોં માં પાણી આવી જાય. તેમ પણ બળબળ્યો ઉનાળોને ઠંઠો ઠંઠો આઇસક્રીમ મળી જાય એટલે  જનતમાં આવી ગયા હોય તેવો એહસાસ થાય. પરંતુ લંડનમાં કંઈક અલગ જ કિસ્સો બન્યો.

 આઇસક્રીમ ખૂબ ઠંડા છે એવી કોઈની ફરિયાદ હોઈ શકે? વેલ, બ્રિટનમાં આવી જ એક ફરિયાદ થઈ છે. એક બ્રિટિશ ફૂડ સર્વિસ કંપનીએ એની નવી રીફન્ડ પોલિસી લાગુ કર્યા બાદ રીફન્ડ માટે કેટલીક વિચિત્ર રિકવેસ્ટ કરવામાં આવી હતી.  

Read Local News / Articles : Saurashtra , Gujarat

જેમ કે રિસન્ટલી એક કસ્ટમરે જસ્ટ ઇટ નામની આ કંપનીને એક ફૂડ-ઓર્ડર આપ્યો હતો. ત્યાર બાદ તેણે એ ઠંડા હોવા બદલ રીફન્ડ માગ્યું હતું. એનું કારણ એ આપવામાં આવ્યું કે ઓર્ડર કરાયેલાં ચાર મિલ્કશેક, એક ચીઝ કેક અને એક આઇસક્રીમ ખૂબ ‘કોલ્ડ’ છે.

આ પહેલાં જસ્ટ ઇટ કંપની રીફન્ડ આપતાં પહેલાં રેસ્ટોરાંનો કોન્ટેકટ કરતી હતી, જેથી રીફન્ડ માટેની રિકવેસ્ટ વેલિડ છે કે નહીં એ જાણી શકાય.

જોકે હવે અન્ય ઓનલાઇન ફૂડ સર્વિસ સાથેની કોમ્પિટિશનમાં આગળ રહેવા માટે તેમણે પોલિસી બદલી નાખી, જેથી રીફન્ડ ઝડપથી આપી શકાય. આ પોલિસીને લીધે આખરે આ ફૂડ ડિલિવરી સર્વિસ પૂરી પાડતી કંપની સાથે જોડાણ રાખનારી રેસ્ટોરાંએ જ આર્થિક નુકસાન સહન કરવું પડે છે.

મજાની વાત એ છે કે રીફન્ડ માટેની એ રિકવેસ્ટ મંજૂર પણ થઈ હતી.

Read About Weather here

ઓલ્ડહેમમાં રેસ્ટોરાં લકીઝ ડિનરના ઓનર હસન હબીબને રિસન્ટલી મિલ્કશેક અને આઇસક્રીમ ઠંડાં હોવાનું કહીને રીફન્ડની વિચિત્ર રિકવેસ્ટ મળી હતી. તેમનું કહેવું છે કે જસ્ટ ઇટના નવા ફીચરનો લોકો દુરુપયોગ કરે છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here