અડધુ ભારત માસ્ક પહેરતુ નથી, કેન્દ્રનો સર્વે

25 શહેરોમાં હાથ ધરાયેલા અભ્યાસના બહાર આવ્યા ચોકાવનારા તારણ

ભારત દેશના 7 રાજયમાં કોરોનાનો પોઝિટિવીટી રેઇટ 25 ટકા

અનેક શહેરોમાં 2 હજારથી વધુ લોકોની મુલાકાતમાં બેદરકારી ઉધાડી પડી

ભારત દેેશમાં કોરોનાની મહામારીનો બીજો તબક્કો નિષ્ણાંતોના મતે પીક પર પહોંચી ગયો છે અને ત્રીજી લહેર પણ દરવાજે ટકોરા મારી રહી છે જયારે દેશવાસીઓ કોવિડ પ્રોટોકોલ અંગે ગંભીર છે કે નહીં એ વિશે હાથ ધરવામાં આવેલા દેશ વ્યાપી સર્વેક્ષણમાં ચોકાવનારી હકીકતો બહાર આવી છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના સર્વેક્ષણમાં એવો ધડાકો કરવામાં આવ્યો છે કે, અડધુ ભારત માસ્ક પહેરતું નથી. એટલુ જ નહીં દેશના 7 રાજયોમાં કોરોના મહામારીનો પોઝિટિવીટી રેટ 25 ટકાથી પણ વધુ જોવા મળ્યો છે આ તારણો ખુબ જ ધ્રુજારીપુર્ણ ગણાવી શકાય.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અહેવાલમાં જણાવ્યું હતું કે, ભારત દેશની 50 ટકા વસ્તી માસ્ક પહેરવાની તસદી લેતી નથી એવું અભ્યાસમાં બહાર આવ્યું છે. આરોગ્ય વિભાગના સંયુકત સચિવ લવ અગ્રવાલે દર્શાવ્યું હતું કે, 8 રાજયોમાં કોરોના એક્ટિવ કેસ 1 લાખથી પણ વધુ છે, 9 રાજયોમાં એક્ટિવ કેસ 50 હજાર થી 1 લાખની વચ્ચે છે અને 19 રાજયોમાં 50 હજારથી ઓછા એક્ટિવ કેસ જોવા મળ્યા છે, 25 જેટલા શહેરોમાં આરોગ્ય ખાતાએ સર્વેક્ષણ હાથ ધર્યુ હતું. 2 હજારથી વધુ લોકોની મુલાકાત પણ લેવામાં આવી હતી.

Subscribe Saurashtra Kranti here

સર્વેક્ષણના તારણો દર્શાવે છે કે, 50 ટકા લોકો માસ્ક પહેરતા નથી, 64 ટકા લોકો એવા છે જે મોઢુ ઢાંકે છે પણ નાક ઢાંકી રાખતા નથી, 20 ટકા તો માત્ર હડપચી પર માસ્ક લટકાવી રાખે છે અને 2 ટકા લોકો એવા જણાયા છે જે માસ્કને ફેસનના મફલરની જેમ ગળામાં લટકાવી રાખે છે. સર્વેક્ષણમાં જણાયું છે કે, માત્ર 14 ટકા લોકો બિલકુલ યોગ્ય રીતે માસ્ક પહેરતા દેખાયા છે. નાક, મોઢુ ઢંકાઇ જાય એ રીતે પુરા કદના માસ્ક પહેરી રાખતા દેખાયા છે. અન્ય લોકોની ગંભીર બેદરકારી સામે આવી છે. કેમ કે, અડધુ ભારત માસ્ક ન પહેરતું હોય તો કોરોના મહામારીનો મુકાબલો કરવાનું અને તેને દેશવટો આપવાનું કામ ખુબ જ મુશ્કેલ બની રહેશે.

Read About Weather here

લવ અગ્રવાલે કહયું હતુ કે, દેશના 7 રાજયમાં કોરોના પોઝિટિવીટી 25 જેટલી ઉંચી છે જયારે 9 રાજયમાં 20 થી 25 ટકાની વચ્ચે છે. 22 રાજયમાં કોરોનાની પોઝિટિવીટી 15 ટકાથી વધુ જોવા મળી છે જયારે 13 રાજયોમાં એ આંક 5 થી 15 ટકા જેવો રહયો છે. 5 ટકાથી ઓછી પોઝિટિવીટી ધરાવતું એક જ રાજય છે. તામીલનાડુ, મેધાલય, ત્રીપુરા, મણીપુર, નાગાલેન્ડ, સિક્કીમ અને મીજોરમમાં કેસો સતત વધી રહયા છે. સાથે સાથે ટેસ્ટનું પ્રમાણ પણ અઢી ગણુ વધારી દેવામાં આવ્યું છે.

આઇસીએમઆરના ડીજી બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે, કોરોના ટેસ્ટીંગ માટે હાલ 2553 સરકારી અને ખાનગી લેબોરેટરી કાર્યરત છે. છેલ્લા 16 મહિનામાં આટલી નવી લેબ ઉભી કરી દેવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં વિક્રમ રૂપ 20.55 લાખ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here