PBKS vs SRH ની મેચમાં પાંચમી ઓવરના બીજા બોલે શિખર ધવનની આ ભૂલે પ્રિટી ઝીન્ટાનું તોડ્યું દિલ

PBKS vs SRH ની મેચમાં પાંચમી ઓવરના બીજા બોલે શિખર ધવનની આ ભૂલે પ્રિટી ઝીન્ટાનું તોડ્યું દિલ
PBKS vs SRH ની મેચમાં પાંચમી ઓવરના બીજા બોલે શિખર ધવનની આ ભૂલે પ્રિટી ઝીન્ટાનું તોડ્યું દિલ

પંજાબ કિંગ્સનો કેપ્ટન શિખર ધવન હૈદરાબાદ સામેની મેચમાં નિષ્ફળ રહ્યો હતો. આ ડાબોડી બેટ્સમેન 16 બોલમાં માત્ર 14 રન જ બનાવી શક્યો હતો. જો કે આ બેટ્સમેનની વિકેટ જે રીતે પડી તે જોયા બાદ લોકો હેનરિક ક્લાસેનને સલામ કરી રહ્યા છે. જાણો કેવી રીતે પડી ધવનની વિકેટ?

પંજાબ કિંગ્સના સુકાની શિખર ધવને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે એવી ભૂલ કરી હતી જેની તેના જેવા અનુભવી ખેલાડી પાસેથી અપેક્ષા રાખવામાં આવતી નથી. પંજાબ કિંગ્સ સામે ધવન 16 બોલમાં માત્ર 14 રન જ બનાવી શક્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે ધવન સ્ટમ્પ આઉટ થયો હતો, તે પણ 140 કિમી. પ્રતિ કલાકના ઝડપી બોલ પર. હા, ભુવનેશ્વર કુમારના બોલ પર ધવને પોતાની વિકેટ ગુમાવી હતી અને આમાં સૌથી મોટી ભૂમિકા હેનરિક ક્લાસેને ભજવી હતી, જેની વિકેટકીપિંગને દુનિયા સલામ કરી રહી છે.

ક્લાસેનનું બેટ પંજાબ સામે કામ ન કરી શક્યું પરંતુ તેણે પોતાની વિકેટ કીપિંગથી બધાના દિલ જીતી લીધા. ભુવનેશ્વર કુમાર 5મી ઓવરમાં બોલિંગ પર આવ્યો અને વિકેટકીપર ક્લાસેનને ધવન માટે સ્ટમ્પ પાસે બોલાવ્યો. ભુવનેશ્વર કુમારની આ રણનીતિએ ધવન પર દબાણ વધાર્યું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે વિકેટકીપરના સ્ટમ્પની પાસે ઉભા રહેવા છતાં ધવન ભુવીના બોલને આગળ રમ્યો હતો. ધવનને આગળ વધતો જોઈ ભુવીએ ખૂબ જ ઝડપી ગતિએ બોલને ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો અને પંજાબનો કેપ્ટન આ બોલ રમવાનું ચૂકી ગયો. ધવન ક્રિઝ પર પરત ફરે તે પહેલા જ ક્લાસને તેને સ્ટમ્પ કરી દીધો હતો. ભુવીના 140 kphની ઝડપે નાખેલા બોલ પર ક્લાસને જે રીતે બોલ પકડ્યો અને સ્ટમ્પ કર્યો એ ખરેખર અદ્ભુત હતો.