Apple ને પછાડી Samsung બન્યું ટોપ સ્માર્ટફોન બ્રાન્ડ

Apple ને પછાડી Samsung બન્યું ટોપ સ્માર્ટફોન બ્રાન્ડ
Apple ને પછાડી Samsung બન્યું ટોપ સ્માર્ટફોન બ્રાન્ડ

સેમસંગે, એપલને હરાવીને ટોપ સ્માર્ટફોન બ્રાન્ડનું સ્થાન હાંસલ કર્યું છે. એપલની પાછળ ચીન હોવાનું માનવામાં આવે છે. તેનું કારણ અમેરિકન ટેક કંપની પર બિનજરૂરી દબાણ હોવાનું માનવામાં આવે છે. ચાલો જાણીએ કે આ મામલામાં ચીનનું શું જોડાણ છે?

એપલ પાસેથી વિશ્વની ટોપ સ્માર્ટફોન બ્રાન્ડનો તાજ છીનવાઈ ગયો છે. એપલનું સ્થાન સેમસંગે લઈ લીધું છે. માર્કેટ રિસર્ચ ફર્મ IDCના રિપોર્ટ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં iPhone શિપમેન્ટમાં 10 ટકાનો ઘટાડો થયો છે. આઇફોનના વેચાણમાં ઘટાડો એવા સમયે જોવા મળ્યો છે, જ્યારે વૈશ્વિક બજારમાં તેજી જોવા મળી રહી છે. વૈશ્વિક સ્માર્ટફોન શિપમેન્ટ 7.8 ટકા વધીને 289.4 મિલિયન થયું છે.

સેમસંગે 20.8 ટકા માર્કેટ શેર સાથે ફરી ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. એવું માનવામાં આવે છે કે લેટેસ્ટ Galaxy S24 સિરીઝના લોન્ચિંગને કારણે સેમસંગ સ્માર્ટફોનના વેચાણમાં વધારો જોવા મળ્યો છે, જેનો ફાયદો સેમસંગને થયો છે. એપલ સેમસંગને પાછળ રાખીને બીજા સ્થાને પહોંચી ગઈ છે.

આ સમયગાળા દરમિયાન એપલનો માર્કેટ શેર 17.3 ટકા રહ્યો છે. ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ જેવી Xiaomi અને Samsungને ફાયદો જોવા મળી રહ્યો છે. Xiaomi 14.1 ટકા સાથે ત્રીજા સ્થાને છે.

  • Apple -20. 8 ટકા
  • Samsung – 17.3 ટકા
  • Xiaomi – 14.1 ટકા

આઇફોનના વેચાણમાં ઘટાડાનું મુખ્ય કારણ ચીન છે, જ્યાં છેલ્લા એક વર્ષમાં આઇફોનના વેચાણમાં તીવ્ર ઘટાડો થયો છે. ચીન આઇફોનની સરખામણીમાં સ્થાનિક સ્માર્ટફોન બ્રાન્ડ્સને પ્રમોટ કરી રહ્યું છે. તેમજ સરકારી અધિકારીઓ દ્વારા આઈફોનના ઉપયોગ પર પ્રતિબંધ છે.

આનું પરિણામ એ આવ્યું છે કે અમેરિકાએ ચીની એપ્સની તપાસ તેજ કરી છે. જો iPhoneના વેચાણની વાત કરીએ તો Appleના પ્રીમિયમ iPhone 15 Pro મોડલનું સૌથી વધુ વેચાણ થયું છે.