#Aava De…!

#Aava De...!
#Aava De...!
તમને જણાવી દઈએ કે આ સોન્ગમાં ગુજરાતી સંસ્કૃતિ અને બોલચાલની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. IPL 2022થી ડેબ્યૂ કરનારી ગુજરાત ટાઈટન્સે ટૂર્નામેન્ટની શરૂઆતના એક દિવસ પહેલા પોતાનું થીમ સોન્ગ લોન્ચ કર્યું છે. જેનું નામ આવવા દે રાખ્યું છે. તેવામાં હવે લખનઉ સુપર જાયન્ટ્સે પણ થોડા સમય પહેલા થીમ સોન્ગ લોન્ચ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આની શરૂઆત ‘જય જય ગરવી ગુજરાત’ના નારાથી થાય છે

Visit Saurashtra Kranti Homepage here

અને ત્યારપછી અન્ય ટીમને પડકાર આપતું ‘આવવા દે’ (BRING IT ON) થીમ પર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત ગુજરાતના વિવિધ સ્થળે શૂટ કરાયું છે.ગુજરાત ટાઈટન્સનું થીમ સોન્ગ આદિત્ય ગઢવીએ ગાયું છે. તેણે આ સોન્ગના શૂટ પછી જણાવ્યું કે હું ગુજરાતના લોકોને કનેક્ટ કરી શકે એ વિચારથી આ સોન્ગને કમ્પોઝ કરતો હતો. વળી શૂટ દરમિયાન પણ ગુજરાતીઓ જેટલી એનર્જી અને સ્ટેડિયમની અંદર ફેન્સ ટીમને ચિયર કરતા હોય એવું વાતાવરણ રાખવા માગતો હતો.

Read About Weather here

વળી બીજી બાજુ સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યાની સિક્સર્સ અને હેલિકોપ્ટર શોટ્સ પણ આ ગીતમાં શૂટ કરાયા છે. આ સોન્ગમાં હાર્દિક પંડ્યા ટીમને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતો જોવા મળે છે. તો આની સાથે જ પ્રેક્ટિસ સેશન દરમિયાન પંડ્યા અને ગુજરાતની ટીમના અન્ય વીડિયો ક્લિપ પણ અહીં શેર કરવામાં આવી છે. જેમાં હાર્દિકે હેલિકોપ્ટર શોટ સહિત અન્ય બોલર્સે શાનદાર પ્રેક્ટિસ કરી હતી.આદિત્ય ગઢવીએ વધુમાં જણાવ્યું કે આ સોન્ગ જ્યારે ગુજરાતની મેચ દરમિયાન સ્ટેડિયમમાં વાગશે ત્યારે લોકો ‘હોવે હોવે’ નો રિપ્લાય આપવા આતુર હોઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here