66 ટકા ગુજરાતીઓ 6 કલાક કરતાં ઓછી ઉંઘ લે છે

66 ટકા ગુજરાતીઓ 6 કલાક કરતાં ઓછી ઉંઘ લે છે
66 ટકા ગુજરાતીઓ 6 કલાક કરતાં ઓછી ઉંઘ લે છે

ગુજરાતમાં 47 ટકા લોકો 6 કલાક કરતાં પણ ઓછી ઉંઘ લે છે. જયારે આખા દેશની વાત કરીએ તો 61 ટકા લોકો 6 કલાકથી ઓછી ઉંઘ લે છે. મોડા સુધી જાગવું, ચુસ્ત શિડયુલ અને વારંવાર ઉઠીને બાથરૂમ જવા જેવા સામાન્ય કારણો ઓછી ઉંઘ માટે જવાબદાર છે.

તણાવપૂર્ણ જીવનશૈલી અને વધતા સ્કીન ટાઈમને જવાબદાર ઠેરવો કે પછી લાંબા કામના કલાકોને પણ હકીકત તો એ જ છે કે, ગુજરાતમાં 47 ટકા લોકો રોજ 6 કલાકથી ઓછી ઉંઘ લે છે. દર વર્ષે 15 માર્ચના રોજ વેર્લ્ડ સ્લીપ ડેની ઉજવણી કરવામાં આવે છે અને આ સરવે પણ તેના જ ઉપલક્ષમાં કરવામાં આવ્યો હતો. આ સ્ટડીમાં આખા ગુજરાતમાંથી 3,685 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

તેમાંથી 33 ટકા લોકોએ જણાવ્યું કે તેઓ 8 કલાકની પૂરતી ઉંઘ નથી લેતા. જેના માટે તેમણે વિવિધ કારણો આપ્યા હતા. 44 ટકા લોકોએ જણાવ્યું કે તેમને રાત્રે ઉંઘ્યા પછી એકથી વધુ વાર ઉઠીને બાથરૂમ જવું પડે છે. ઝાયડસ હોસ્પિટલના સ્લીપ ડિસઓર્ડરના સિનિયર કન્સલ્ટન્ટ ડો. કલ્પેશ તલાટીએ કહ્યું કે જીવનશૈલી અને વર્ક પેટર્નમાં આવેલા પરિવર્તનના કારણે આપણું સામાજિક જીવન રાત્રે 10 વાગ્યા પછી પણ ચાલતું રહે છે.

સ્લીપ હાઈજિન એ પ્રચલિત થઈ રહેલો શબ્દ છે. જેમાં અમે લોકોને રાતે 10 વાગ્યા પછી ગેજેટનો ઉપયોગ ન કરવાની સલાહ આપીએ છીએ. આ સિવાય રાત્રે સૂતા પહેલા મેડીટેશન, ડીમ લાઈટ, સ્નાન, મ્યુઝીક અને વાંચન જેવી બાબતો કરવાની સલાહ આપીએ છીએ.

સાકિયાટ્રિસ્ટ ડો. કેવિન પટેલે જણાવ્યુ હતું કે, કુલ દર્દીઓમાંથી 70 ટકામાં એંગ્ઝાયટિ, ડીપ્રેશન અને સ્ટ્રેસના કારણે અનિંદ્રાની સમસ્યા ઉભી થઈ છે. જે તે સમસ્યા કેમ થઈ રહી છે. તે જાણી કેટલાક દર્દીઓને દવા લખી આપીએ છીએ પરંતુ તે અનિંદ્રાની સમસ્યાનું કાયમી સમાધાન નથી અને તે દવાઓ તબીબી સલાહ વિના ન લેવી જોઈએ.