50 ફોન બરાબર હોય છે ઇ-સ્કૂટરની બેટરી, ગરમીની ઋતુમાં આટલી કાળજી રાખો, ક્યારેય બ્લાસ્ટ નહીં થાય

50 ફોન બરાબર હોય છે ઇ-સ્કૂટરની બેટરી, ગરમીની ઋતુમાં આટલી કાળજી રાખો, ક્યારેય બ્લાસ્ટ નહીં થાય
50 ફોન બરાબર હોય છે ઇ-સ્કૂટરની બેટરી, ગરમીની ઋતુમાં આટલી કાળજી રાખો, ક્યારેય બ્લાસ્ટ નહીં થાય

ઉનાળો આવે છે તેમ તેમ સ્માર્ટફોન અને ટુ-વ્હીલર જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં બેટરી વિસ્ફોટ કે આગ લાગવાના કિસ્સા પ્રકાશમાં આવવા લાગે છે.ઉનાળામાં ઈલેક્ટ્રોનિક વાહનો અને ગેજેટ્સને લઈને થોડી સાવધાની રાખવાની જરૂર છે. તમે થોડી કાળજી રાખીને ઈલેક્ટ્રોનિક ઉપકરણોની બેટરીમાં બ્લાસ્ટ થતા રોકી શકો છો.

ધીરે ધીરે લોકો હવે ઇલેક્ટ્રોનિક વાહનો ખરીદતા થઇ ગયા છે. જો કે કેટલાક લોકો હજુ પણ ઇલેક્ટ્રીક વાહનો ખરીદતા ડરે છે. જેમ જેમ ઉનાળો આવે છે તેમ તેમ સ્માર્ટફોન અને ટુ-વ્હીલર જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં બેટરી વિસ્ફોટ કે આગ લાગવાના કિસ્સા પ્રકાશમાં આવવા લાગે છે.ઉનાળામાં ઈલેક્ટ્રોનિક વાહનો અને ગેજેટ્સને લઈને થોડી સાવધાની રાખવાની જરૂર છે. તમે થોડી કાળજી રાખીને ઈલેક્ટ્રોનિક ઉપકરણોની બેટરીમાં બ્લાસ્ટ થતા રોકી શકો છો.

તમે પણ આવી ઘણી ઘટનાઓ સાંભળી હશે જ્યારે ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જિંગ પર મૂકવામાં આવ્યું હતું અને તે વિસ્ફોટ થયો હતો. Ola, Okinawa અને Pure EV જેવી કંપનીઓના ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં આવા કિસ્સાઓ પહેલાથી જ જોવા મળ્યા છે. કેટલાક કિસ્સામાં તો લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ઈલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટ જેવી ઘટનાઓ ઓવરહિટીંગ અથવા વધુ પડતા ચાર્જિંગને કારણે બને છે. જોકે હવે કંપનીઓએ તેમના પાર્ટ્સમાં સુધારો કર્યો છે, પરંતુ હજુ પણ ઈ-વાહનોના કિસ્સામાં સાવચેતી રાખવી જરૂરી છે.

તમને જણાવી દઈએ કે લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ સ્માર્ટફોન અને ઇલેક્ટ્રિક વાહનો બંનેમાં થાય છે. પરંતુ ઈ-સ્કૂટરની બેટરી ફોન કરતા અનેક ગણી મોટી હોય છે. બૅટરીના કિસ્સામાં, આ બધું હીટ મેનેજમેન્ટ વિશે છે, જો તે મેનેજ કરવામાં ન આવે તો ફોન અથવા ઇ-વાહન બંનેમાં આગ લાગી શકે છે.

50 ફોન જેટલી મોટી છે ઈ-સ્કૂટરની બેટરી

આપણે મૂળભૂત માળખું જોઈએ તો મોટાભાગના સ્માર્ટફોનમાં 5000mAhની બેટરી હોય છે. જ્યારે ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી સરેરાશ 3kwhની ક્ષમતા ધરાવે છે. ગણતરીને સમજો તો… 1kwhમાં આશરે 83330mAh પાવર હોય છે. એટલે કે 3kwh 249990mAh ની શક્તિ ધરાવે છે. ઇલેક્ટ્રિક સ્કૂટરમાં એટલી બેટરી હોય છે કે તેનો ઉપયોગ લગભગ 50 સ્માર્ટફોનની બેટરી બનાવવા માટે કરી શકાય છે.

ઉનાળામાં ઇ-સ્કૂટરની સંભાળ

ઇલેક્ટ્રિક સ્કૂટર્સ માટે ઉનાળાની ઋતુ થોડી પડકારજનક હોઈ શકે છે. વધતી ગરમી બેટરી, મોટર અને અન્ય ઈલેક્ટ્રોનિક ભાગોને નુકસાન પહોંચાડી શકે છે. હવે ઉનાળામાં ઇલેક્ટ્રિક સ્કૂટર અંગે સાવચેતી રાખવાની વાત આવે છે, જેથી તમે બ્લાસ્ટથી બચી શકો. તો આગળ જાણો ઉનાળામાં તમે તમારા ઈ-સ્કૂટરની કેવી રીતે કાળજી રાખી શકો છો….

  • ચાર્જિંગનું ધ્યાન રાખો
  • તમારા સ્કૂટરને ગેરેજ અથવા છાયાવાળી જગ્યાએ ચાર્જ કરો.
  • ઝડપી ચાર્જિંગ બેટરીને ગરમ કરી શકે છે. ધીમી ચાર્જિંગ બેટરીની આવરદા વધારવામાં મદદ કરી શકે છે.
  • ઓવરચાર્જ કરવાનું ટાળો. બેટરીને 80% સુધી ચાર્જ કરો અને તેને સંપૂર્ણપણે ચાર્જ થવા દો નહીં.
  • ચાર્જિંગ દરમિયાન તાપમાનનું નીરિક્ષણ કરો. જો બેટરી ખૂબ ગરમ થઈ જાય, તો ચાર્જ કરવાનું બંધ કરો.
  • યોગ્ય રીતે ડ્રાઇવિંગ કરવુ, સ્પીડમાં ડ્રાઇવિંગ ટાળો. હાઇ સ્પીડ અને અચાનક બ્રેક લગાવવાના કારણે બેટરી અને મોટર ગરમ થઈ શકે છે.
  • જો તમને ખબર હોય કે તમે ટ્રાફિકમાં અટવાઈ જઈ શકો છો, તો તેને ટાળો અથવા જાહેર પરિવહનનો ઉપયોગ કરો. બેટરીની જાળવણી જરૂરી છે.
  • તમારા વાહનની બેટરી સારી સ્થિતિમાં છે તેની ખાતરી કરવા માટે, યોગ્ય મિકેનિક દ્વારા નિયમિતપણે તમારી બેટરીની તપાસ કરાવો.
  • ટાયરનું હવાનું દબાણ જાળવી રાખો. યોગ્ય ટાયર પ્રેશર બેટરી રેન્જ અને પરફોર્મન્સને સુધારી શકે છે.
  • બ્રેક્સ અને અન્ય ભાગો તપાસો. ખાતરી કરો કે તમારા સ્કૂટરની બ્રેક યોગ્ય રીતે કામ કરી રહી છે.
  • તમારા ઈલેક્ટ્રિક વાહનમાં કોઈ એક્સટર્નલ એક્સેસરીઝ કે માર્કેટ ફીટીંગ કર્યા પછી ન લો, આમ કરવું જોખમી બની શકે છે. સાથે જ તમને વોરંટી પણ નહીં મળે.