300 કરોડના બજેટમાં બનેલી ‘બડે મિયા છોટે મિયા’નું કલેકશન માંડ 50 કરોડ

300 કરોડના બજેટમાં બનેલી ‘બડે મિયા છોટે મિયા’નું કલેકશન માંડ 50 કરોડ
300 કરોડના બજેટમાં બનેલી ‘બડે મિયા છોટે મિયા’નું કલેકશન માંડ 50 કરોડ

બોલિવુડમાં એક સમયે હિટ મશીન ગરાતા અક્ષય કુમારની ફિલ્મો પાછલા અઢી વર્ષથી સતત ફલોપ થઈ રહી છે. તેમના ચાહકોની સંખ્યા ભલે કરોડોમાં હોય, પરંતુ તેની અસર બોકસ ઓફિસ પર જોવા મળતી નથી. અક્ષયકુમાર અને ટાઈગર શ્રોફની બિગ બજેટ ફિલ્મ બડે મિયાં છોટે મિયાં પાંચ દિવસમાં બોકસ ઓફિસ પર ખાસ કમાલ બતાવી શકી નથી.

ફિલ્મનું કલેકશન સતત ઘટી રહ્યું હોવાથી બજેટ જેટલી આવક મળવાનું પણ મુશ્કેલ જણાય છે. રૂા.300 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મમાં દમદાર સ્ટારકાસ્ટ, મોંઘા સેટ્સ અને વીએફએકસની મદદ લેવામાં આવી હતી. આમ છતાં આ ફિલ્મ ઓડિયન્સને ખુશ કરી શકી નથી, જેના કારણે છ દિવસમાં આ ફિલ્મ માટે રૂા.50 કરોડનું કલેકશન મેળવવાનું પણ અઘરું બન્યું છે.

પાછલા બે દિવસનો રિસ્પોન્સ જોતાં આ ફિલ્મ રિલીઝના બીજા વીકમાં માંડ 50 કરોડે પહોંચે તેવી શકયતા છે. ‘બડે મિયાં છોટે મિયાં’ની રિલીઝ પહેલા પ્રમોશન માટે ભરપૂર પ્રયાસ થયા હતા અને સોશિયલ મીડિયા પર અક્ષય-ટાઈગરના ચાહકોએ તો તેને બ્લોકબસ્ટર જાહેર પણ કરી દીધી હતી. જોકે ઓડિયન્સનો મિજાજ કંઈક અલગ હતો. માઉથ પબ્લિસિટીના અભાવમાં આ ફિલ્મ ધારી કમાણી કરી શકી નથી.

રિપોર્ટસ મુજબ, મંગળવાર સુધીમાં આ ફિલ્મે 45.55 કરોડનું કલેકશન મેળવ્યું છે. રવિવારે ફિલ્મે રૂા.9 કરોડનું કલેકશન મેળવ્યું હતું. પરંતુ સોમવારે માંડ રૂા.2.50 કરોડ અને મંગળવારે 2.25 કરોડ મળ્યા હતા. 12વી ફેલ કે લાપતા લેડીઝની જેમ ઓછા બજેટમાં બનેલી ફિલ્મ માટે આટલું કલેકશન પોઝિટિવ કહી શકાય, પરંતુ અક્ષય અને ટાઈગર જેવી સ્ટારકાસ્ટ સાથે રૂા.300 કરોડમાં બનેલી ફિલ્મ માટે આ આંકડા નિરાશાજનક છે.

‘બડે મિયાં છોટે મિયાં’ અને અજય દેવગનની ‘મૈદાન’ વચ્ચે સીધી ટકકર થઈ હતી. અજય દેવગનની આ સ્પોર્ટસ ડ્રામાની હાલત તો વધારે ખરાબ છે.  રિલીઝના છ દિવસમાં આ ફિલ્મનું કલેકશન ઓછું રહ્યું છે. પહેલા દિવસે રૂા.7.1 કરોડનું કલેકશન મેળવનારી આ ફિલ્મ સોમવારે એટલે કે પાંચમા દિવસે રૂા.1.5 કરોડ અને મંગળવારે 1.65 પર સમેટાઈ છે. છ દિવસમાં રૂા.25.15 કરોડનું કલેકશન મળ્યું હોવાથી