કર્ફ્યુંનો ભંગ કરતા જોવા મળે તો પોલીસવાળા તેમને ઓન ધ સ્પોટ સજા આપે છે
Subscribe Saurashtra Kranti here
ફિલિપાઈન્સમાં એક વ્યક્તિનો કોરોના કર્ફ્યું તોડવો પોલીસવાળાઓને એટલો ખટકી ગયો કે તેમણે તે વ્યક્તિને ૧૦૦ ઉઠકબેઠક કરવાની સજા ફટકારી. ઓન ધ સ્પોટ સજા આપવામાં તેઓ સફળ રહૃાાં પરંતુ આમ છતાં તે વ્યક્તિનો જુસ્સો તૂટ્યો નહીં અને તે હસતો જ રહૃાો. તો પોલીસકર્મીઓએ સજા ત્રણ ગણી વધારી દીધી. તેની પાસે ત્રણસોવાર ઉઠકબેઠક કરાવી અને પછી છોડી દીધો. પરંતુ જ્યારે તે વ્યક્તિ ઘરે પહોંચ્યો તો સતત તેની તબિયત બગડતી ગઈ. પછી તો ગણતરીના કલાકોમાં તેનું મોત થયું.
ફિલિપાઈન્સમાં કોરોનાના વધતા કેસ જોતા કડક કર્ફ્યું લાગુ કરાયો છે. જો કે ડેરેન પેનારેડોન્દો (૨૮)એ મજબૂરીમાં ઘરમાંથી બહાર નીકળવું પડ્યું. કારણ કે તેના ઘરમાં પાણી ખતમ થઈ ગયું હતું. આવામાં તે સ્થાનિક પોલીસને હાથ ચડી ગયો. ત્યારબાદ પોલીસવાળાએ તેને ઉઠક બેઠક કરાવી અને અમાનવીય વર્તણૂંકનો પરિચય કરાવ્યો. જેના કારણે તેનો જીવ જતો રહૃાો.
આ ઘટના ૧ એપ્રિલની છે. જ્યારે રાતના સમયે ડેરેન પેનારેડોન્દો પાણી લેવા માટે ઘરની બહાર નીકળ્યો હતો. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ ફિલિપાઈન્સમાં કોરોનાના વધતા કેસ જોતા સાંજે ૬ વાગ્યા બાદ કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો છે. જો લોકો આ કર્ફ્યુંનો ભંગ કરતા જોવા મળે તો પોલીસ તેમને ઓન ધ સ્પોટ સજા આપે છે. જો કે ફિલિપાઈન્સ પોલીસના આ વર્તનની આંતરરાષ્ટ્રીય સ્તરે ખુબ ટીકા થઈ રહી છે. આ સમગ્ર મામલે ઉચ્ચાધિકારીઓએ સ્થાનિક પોલીસ વિરુદ્ધ કાર્યવાહીની વાત કરી છે.
Read About Weather here
ફિલિપાઈન્સની કુલ વસ્તી ૧૦૭ મિલિયન છે. અહીંની રાજધાની મનીલાના જ મેટ્રોપોલિટલ રીજનમાં દરરોજ ૧૦ હજારથી વધુ કેસ સામે આવી રહૃાા છે. ત્યારબાદ સરકારે મજબૂરીમાં આકરો કર્ફ્યું લાદવો પડ્યો છે. જો કે સરકારની ટીકા એટલા માટે થઈ રહી છે કારણ કે દેશમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા કથળી ગઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here