27 વર્ષીય મનોજ ઝરમરીયા બેભાન થઈ ઢળી પડ્યો: હાર્ટએટેકથી મોત

27 વર્ષીય મનોજ ઝરમરીયા બેભાન થઈ ઢળી પડ્યો: હાર્ટએટેકથી મોત
27 વર્ષીય મનોજ ઝરમરીયા બેભાન થઈ ઢળી પડ્યો: હાર્ટએટેકથી મોત

શહેરમાં હાર્ટએટેકના બનાવો અવિરત રહ્યા હોય તેમ વધું એક યુવા ઝીંદગીના હદય ધબકારા ચુકી જતાં મોત નીપજ્યું હતું. ભગવતીપરામાં 27 વર્ષીય મનોજ ઝરમરીયા ઘરે હતો ત્યારે બેભાન થઈ ઢળી પડ્યા બાદ તેમનું ટૂંકી સારવારમાં મોત નિપજતાં પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. 

પ્રાપ્ત વિગત મુજબ, ભગવતીપરામાં સ્વામિનારાયણ ડેરી પાસે રહેતાં મનોજભાઈ ચકુભાઈ ઝરમરીયા (ઉ.વ.27) આજે સવારે આઠ વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતો ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી.ડિવિઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડયો હતો.

વધુમાં મૃતકને સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેમરચાનો વાળો છે અને બે દિવસ પહેલાં તેઓ દંપતી ઘરે આવતાં હતાં ત્યારે રેલનગર પાસે બાઈક આડે કૂતરું ઉતરતા તેઓને અકસ્માત નડ્યો હતો. બે ભાઈમાં નાનો હતો. તેમના મોટા ભાઈની ત્રણ માસ પહેલાં જ અવસાન થયું હતું. બાદમાં પરિવારના આધારસ્તંભ પુત્રનું પણ મોત નિપજતાં આક્રંદ છવાયો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે.