15 વર્ષની સગીરાનું અપહરણ

15 વર્ષની સગીરાનું અપહરણ
15 વર્ષની સગીરાનું અપહરણ

પરાપીપળીયા ફાટક પાસે એલએલપી નામના નવા બની રહેલા પાર્ટી પ્લોટની બાજુમાં ઝુપડામાં રહેતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની 15 વર્ષની દીકરીનું અપહરણ થયાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઇ છે.

15 વર્ષીય સગીરાના 20 વર્ષીય ભાઈએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, હું કડીયા કામ કરું છું. મારા પરીવારમાં હું તથા મારી માતા તથા મારા પિતા તથા મારે એક નાની બહેન 15 વર્ષની છે.

આશરે દસેક દિવસ પહેલા મારા પિતા તથા મારા માતા મધ્યપ્રદેશ ગયા. હું તથા મારી નાની બહેન રાજકોટ સ્થિત ઘરે હતા. ગઈ તા.16/4ના રોજ હું સવારે આઠેક વાગ્યે મારા કામે ગયો. ત્યારે મારી બહેન ઘરે હાજર હતી.

સાડા દસેક વાગ્યે પાછો આવ્યો. બહેને મને ચા બનાવીને આપેલ. ચા પી પાછો કામે ગયો. સાડા બારેક વાગ્યે જમવા ગયો જ્ઞારે મારી બહેન હાજર જોવા મળેલ નહી. આજુ-બાજુ આવેલ ઝુપડામાં રહેતા પડોશીને તથા રાજકોટ ખાતે રહેતા મારા સગાવહાલાને પુછતા કોઈને મારી બહેન કયા છે તેનો ખ્યાલ નહતો.

વતન મારા પિતાને જાણ કરી હતી. તેઓ રાજકોટ આવતા ફરિયાદ નોંધાવી છે. પોલીસે કોઈ અજાણ્યો શખ્સ સગીરાનું અપહરણ કરી ગયો હોવાની શંકાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.