૧ કિલો ગાંજા સાથે એક મહિલા સહિત ત્રણ ઝડપાયા

૧ કિલો ગાંજા સાથે એક મહિલા સહિત ત્રણ ઝડપાયા
૧ કિલો ગાંજા સાથે એક મહિલા સહિત ત્રણ ઝડપાયા

ચુંટણી અનુલક્ષીને ચાલતી ચેકીંગ દરમ્‍યાન પશ્ચિમ કચ્‍છ એસઓજી અને એલસીબીએ ભુજ નાગોર રોડ પાસે રેલવે ફાટક નજીક કારમાં એક કિલો ગાંજો લઈ જતાં બે પુરૂષો અને એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી.

પોલીસે દસ હજારના ગાંજા અને દસ લાખની કાર સાથે આરોપીઓ પારસગર રમેશગર ગુંસાઈ, રવિ રતન ચનાલ, જયાબા ઉર્ફે જાનકીબા પ્રતાપસિંહ જાડેજાની ધરપકડ કરી હતી.

કબરાઉથી આ ગાંજો રાજભા ગઢવી એ આપ્‍યો હોવાનું ખુલતાં તેની સામે પણ ગુનો દાખલ કરાયો છે. ચારેય સામે ભુજ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.