૧૪ માર્ચથી મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચશે: હવામાન વિભાગ

    GUJARAT-HIGH-TEMPRATURE
    GUJARAT-HIGH-TEMPRATURE

    તાપમાન

    શિયાળાની વિદાય સાથે જ હવે કાળઝાર ગરમીની શરૂઆત થઈ ગઈ છે.તાપમાન માં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે ગુજરાતીઓએ પ્રચંડ ગરમી સામનો કરવો પડશે. કારણ કે આગામી દિવસોમાં આકાશમાંથી અંગારા વરસવાના છે.

    હવામાન વિભાગે ૧૪ માર્ચથી મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચવાની આગાહી કરી છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ ટેમ્પ્રેચર વધવાનું શરૂ થઈ ગયું છે. દિવસેને દિવસે ગરમીનો પારો ઉંચો જઈ રહૃાો છે.
    રાજ્યના કેટલાક શહેરોમાં ટેમ્પ્રેચર વધીને પારો ૩૩ ડિગ્રીએ પહોંચી ગયો છે. આજે ડીસામાં ૩૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદ, સુરત, વડોદરા, ભૂજ, ગાંધીનગર, ભાવનગરમાં ૩૩ ડિગ્રી ટેમ્પ્રેચર નોધાયું છે. જો કે આગામી ચાર દિવસ બાદ ગરમીનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચીને તેનું અસલી સ્વરૂપ દેખાડશે.

    Subscribe here

    ગરમી વધવાની સાથે જ લોકો તાપથી બચવા માટે એસીની ખરીદી કરી રહૃાા છે. શિયાળા અને ચોમાસામાં કરતા હાલમાં ત્રણ ગણા એસીનું વેચાણ વધી ગયું છે. એક બાજુ ભારે તાપ તો બીજી બાજુ તાપથી બચવા માટે અલગ અલગ કમ્પનીઓ એસી પર ઓફર પણ આપી રહી છે. જેમ જેમ ગરમીનો પારો ઉંચો જતો જશે તેમ તેમ એસીના વેચાણમાં પણ વધારો થશે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here