હોસ્ટેલના રૃમમાં ધો.9ની વિદ્યાર્થિનીનો ગળાફાંસો

હોસ્ટેલના રૃમમાં ધો.9ની વિદ્યાર્થિનીનો ગળાફાંસો
હોસ્ટેલના રૃમમાં ધો.9ની વિદ્યાર્થિનીનો ગળાફાંસો

 ભાણવડ પાસે ૧૫ વર્ષની વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૃમમાં ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મોરબીના મહેન્દ્રનગર ગામના રહેવાસી ૩૫ વર્ષીય પટેલ પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી આયખું ટુંકાવ્યું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ભાણવડ તાબેના પાસ્તરડી ગામે રહેતા રૃડાભાઈ જેઠાભાઈ કોડીયાતરની ૧૫ વર્ષની તરુણ પુત્રી સેજલ ભાણવડથી આશરે પાંચ કિલોમીટર દૂર શિવકૃપા હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરતી હતી. નવમા ધોરણમાં અભ્યાસ કરતી સેજલબેન કોડીયાતરએ ગઇકાલે હોસ્ટેલના રૃમમાં પંખામાં ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ સાંપળ્યો હતો.

આ અંગેની જાણ મૃતકના પિતા રૃડાભાઈ કોડીયાતરએ ભાણવડ પોલીસને જાણ કરતા પોલીસે વિદ્યાર્થિની સેજલબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા સહિતની કાર્યવાહી કરી, આગળની તપાસ હાથ ધરી છે.

મહેન્દ્રનગર ગામે સીએનજી પંપ સામે મિલી પાર્કમાં રહેતા ધર્મિષ્ઠાબેન સતીષભાઈ કાવર (ઉ.વ.૩૫)એ ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન પરિણીતાનં મોત થયું હતું. મૃતકનો લગ્નગાળો ૮ વર્ષનો હોવાનું અને સાસુ -સસરા સાથે રહેતી હોવાનું જાણવા મળ્યું છે. મૃતકને સંતાનમાં એક દીકરો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.