હોટેલમાં ક્રિકેટ સટ્ટો રમાડતાં કાલાવડ પંથકના બુકી સહિત બે ઝડપાયા

હોટેલમાં ક્રિકેટ સટ્ટો રમાડતાં કાલાવડ પંથકના બુકી સહિત બે ઝડપાયા
હોટેલમાં ક્રિકેટ સટ્ટો રમાડતાં કાલાવડ પંથકના બુકી સહિત બે ઝડપાયા

મવડી ચોકડી પાસે દ્વારીકા ઈન હોટેલમાં રૂમ બુક કરી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં કાલાવડ પંથકના 

કુલદિપસિંહ જાડેજા અને યોગશ્ર્વર પાર્ક સોસાયટીમાં રહેતો રાજ ઠેસિયાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધાં હતાં.

દરોડાની વિગત અનુસાર ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ ગરચર ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે હેડ કોન્સ્ટેબલ અનિલ સોનારા, કોન્સ્ટેબલ હરપાલસિંહ  જાડેજા, મહેશ ચાવડા, હરદેવસિંહ રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતાં ત્યારે મવડી ચોકડી પાસે આવેલ દ્વારીકા ઈન હોટેલમાં ત્રીજા માળે રૂમ નં-301 માં ફુલદીપસિંહ જાડેજા નામનો શખ્સ ક્રિકેટ મેચનો સટ્ટો રમાડે છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે દ્વારિકા ઈન હોટલમાં રૂમ નં.301 માં દરોડો પાડી આઇ.પી.એલ.સિરીઝ પર  ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં કુલદીપસિંહ જીતેંદ્રસિંહ જાડેજા (ઉ.વ.30),(રહે. મુરીલા, કાલાવડ) અને રાજ જગદીશ ઠેસીયા (ઉ.વ.24),( રહે.યોગેશ્ર્વર પાર્ક સોસાયટી શેરી નં-2 યુનીવર્સીટી રોડ) ને પકડી પાડી  કુલદીપસિંહ જાડેજા પાસે રહેલ લેપટોપ ચાલું હાલતમાં પડેલ હોય જે જોતા ગુગલ ક્રોમમાં કલાસિક એક્સચેન્જ નામની ક્રિકેટની માસ્ટર આઈ.ડી. ખુલ્લી હોય જેમાં લખનૌ સુપર જાઈન્ટ્સ અને દીલ્હી કેપીટલની આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર હારજીતના સોદાઓ કરતો હોવાનું જોવા મળ્યું હતું.

તેમજ તેમની પાસે રહેલ મોબાઇલ ફોન જોતા તેમાં અલગ અલગ બે ક્રિકેટની માસ્ટર આઈ.ડી.ખુલેલ હોય જેમાં પાર્ટ777 અને ડબલબેટ999  ગ્રાહકોને ફોરવર્ડ કરી સટ્ટો રમાડતાં હોવાનું ખુલ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે મોબાઇલ ફોન, રોકડ અને લેપટોપ મળી કુલ રૂ.58 હજર્નલ5મુદ્દામાલ કબ્જે કરી બંને બુકીઓ નીચે ક્યાં પંટરો દાવ લગાવતાં હતાં તે અંગે તપાસ હાથ ધરી હતી. તેમજ બંને સટોડીયાઓ છેલ્લા આઠ દિવસથી સટ્ટો રમતાં હોવાનું ખુલ્યું હતું.