હૃતિક રોશન આગામી ફિલ્મમાં વિલનની ભૂમિકા કરે તેવી શક્યતા

હૃતિક રોશન આગામી ફિલ્મમાં વિલનની ભૂમિકા કરે તેવી શક્યતા
હૃતિક રોશન આગામી ફિલ્મમાં વિલનની ભૂમિકા કરે તેવી શક્યતા

રાજામોલીની આગામી ફિલ્મ એસએસએમબી ૨૯માં મહેશ બાબુ મુખ્ય રોલ ભજવી રહ્યો છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે,વિલનના રોલ માટે રાજામોલીએ ઋતિક રોશન પર પસંદગી ઊતારી છે. દિગ્દર્શક મહેશબાબુ સામે એક વિલનના રોલ માટે અભિનેતાની શોધમાં હતો. આ પાત્ર માટે તેના મગજમાં ઘણા અભિનેતાઓ હતા, પરંતુ તે ઋતિક રોશન પર પસંદગી ઊતારે તેવી શક્યતા છે. રાજામોલીને લાગે છે કે, ઋતિક જ આ પાત્રને ન્યાય આપવા માટે યોગ્ય છે. આ પ્રોજેક્ટની સત્તાવાર ઘોષણા ૯ એપ્રિલ, ૨૦૨૪નારોજ કરવામાં આવશે. 

જોકે રાજામોલીએ હજી ઋતિક રોશનનો સંપર્ક કર્યો નથી. પરંતુ જો બધુ સમૂસુમરુ ંપાર પડશે તો મહેશ બાબુ અને ઋતિક રોશન ફિલ્મ એલએસએમબી ૨૯માં એકબીજા સાથે બાખડતા જોવા મળશે. ફિલ્મ માટે હજી ઘણા એકટર્સોને કાસ્ટ કરવાના બાકી છે. ફિલ્મનું શૂટિંગ વિવિધ લોકેશનો પર થવાનું હોવાથી  રાજામોલીએ હજી  એ નિર્ણય લેવાનો પણ બાકી છે.