હવે કેપ્સુલથી કોરોનાનો ઇલાજ…!

કોરોનાના પ્રતિબંધોની ઝંજીરોમાંથી લોકો મુકત…!
24 કલાકમાં 1.61 લાખ કેસ : 1733 દર્દીઓના મોત

૧૮ મે ૨૦૨૧ના રોજ હૈદરાબાદની ફર્મને cdsco, સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલયની વિષય વિશેષજ્ઞ સમિતિના ભલામણોને મુજબ, પરીક્ષણ કરવા માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા, ડીજીએચએસ અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પાસેથી મંજૂરી મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

દવા નિર્માતા ઓપ્ટિમસઙ્ગફાર્માએ કહ્યું કે તેને કોરોના સંક્રમણની સારવાર માટે મોલનુપિરાવિર ઓરલ કેપ્સુલના ત્રીજા ચરણનું કિલનિકલ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધું છે.

પાંચમા દિવસના અધ્યયન મુજબ,સારવારમાં સામેલ ૭૮.૪ ટકા રોગીઓને આરટીઙ્ગપીસીઆર નેગેટિવ કરવામાં આવ્યા છે.જયારેઙ્ગપ્લેસીબો સમૂહમાં આ સંખ્યા ૪૮.૨ ટકા હતી.

ઙ્ગઆ કિસ્સામાં, સલાહકાર સમિતિ ૩૦ નવેમ્બરે મર્ક અને રિજબેકની હળવાથી મધ્યમ કોવિડ ચેપની સારવાર માટે મોલનુપીરાવીરની કટોકટીની મંજૂરી માટેની વિનંતી પર વિચાર કરશે. એ જ રીતે, સારવાર લઈ રહેલા લોકોમાં અભ્યાસના ૧૦માં દિવસે ૯૧.૫ ટકા RT-PCR નેગેટિવ નોંધવામાં આવ્યું હતું.

ઓપ્ટીમસ ફાર્માના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર ડી. શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું હતું કે, ‘અમારો ઉદ્દેશ્ય COVID-19 માટે અત્યાધુનિક અને ખર્ચ-અસરકારક સારવાર વિકલ્પ વિકસાવવાનો અને શકય તેટલા ઓછા સમયમાં રોગને નિષ્ક્રિય કરવાનો છે.’

સેન્ટ્રલ લાઇસન્સિંગ ઓથોરિટી સમક્ષ તબક્કો ૩ કિલનિકલ ટ્રાયલ રજૂ કરનાર ઓપ્ટીમસ પ્રથમ ફાર્મા કંપની છે. દેશમાં ૨૯ અલગ-અલગ સ્થળોએ દવા પર અભ્યાસ કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે ભારતમાં હાલમાં કોવિશિલ્ડ, કોવેકિસન અને સ્પુટનિક વેકસીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. DCGI અને SEC એ અત્યાર સુધી જોહસન એન્ડ જોહસન, મોડર્ના, સ્પુટનિક વી અને ઝાયડસ કેડિલાની રસીઓ મંજૂર કરી છે.

બીજી તરફ, સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં હવે કોરોનાના ૧ લાખ ૬૦ હજાર ૯૮૯ સક્રિય કેસ છે, જયારે ૩ કરોડ ૩૬ લાખ ૧૪ હજાર ૪૩૪ લોકો સ્વસ્થ થઈને તેમના ઘરે ગયા છે.

Read About Weather here

તે જ સમયે, કોરોનાને કારણે ૪ લાખ ૫૬ હજાર ૩૮૬ લોકોના મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૯,૦૯,૨૫૪ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.દેશમાં અત્યાર સુધીમાં ૧૦૦ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here