હરીપર (પાળ)માં તિનપતીનો જુગાર રમતા આઠ ઝડપાયા

હરીપર (પાળ)માં તિનપતીનો જુગાર રમતા આઠ ઝડપાયા
હરીપર (પાળ)માં તિનપતીનો જુગાર રમતા આઠ ઝડપાયા

મેટોડા નજીક આવેલ હરીપર (પાળ)માં તિનપતીનો જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે રૂા.20900ની રોકડ સાથે દબોચી લીધો હતો. દરોડાની વિગત મુજબ મેટોડા પોલીસ મથકના પીએસઆઈ કુલદીપસિંહ ગોહીલ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ યોગીરાજસિંહ અને કોન્સ્ટેબલ નિતીન મકવાણાને મળેલ ચોકકસ બાતમીના આધારે હરીપર (પાળ) ગામમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા જીકા બચુ સીતાપરા (રહે. હરીપર, પાળ) આશીષ જયાદર કહાર, હસમુખ પરસોતમ વડેચા, રાજેશ મુખીરામ જેસવાલ, ચુનચુન કમલેશ મહેતા, દેવજી સવજી પરમાર, બટુક પરશુરામ સિતાપરા (રહે. તમામ હરીપર, પાળ) અને રવિન્દ્રસિંગ બડેશ્વરસિંગ (રહે. મેટોડા)ને રૂા.20900ની રોકડ સાથે દબોચી લીધા હતા.