હરિયા કોલેજ રોડ ઉપર ત્રણ ફલેટના તાળા તુટયા

હરિયા કોલેજ રોડ ઉપર ત્રણ ફલેટના તાળા તુટયા
હરિયા કોલેજ રોડ ઉપર ત્રણ ફલેટના તાળા તુટયા

જામનગર શહેરના હરીયા કોલેજ રોડ ઉપર આવેલી જુદા-જુદા એપાર્ટમેન્ટના ત્રણ ફલેટમાં ધોળા દિવસે તસ્કરોએ ત્રાટકીને યુ.એસ. ડોલર, ચાઈનીઝ કરન્સી, સોનાના – દાગીના અને રોકડ રૂપિયા સહિત કુલ રૂ.1.90 લાખની ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

શહેરના હરીયા કોલેજ રોડ જકાતનાકા પાસે પ્રકાશ એવન્યુમાં રહેતા મોરબીના વતની મહેશભાઈ રણછોડભાઈ પંચવટીયા નામના યુવાનનો પરિવાર  વતનમાં ગયો હતો અને તે ગત તા.રના સવારમાં ખાનગી કંપનીમાં નોકરી ઉપર જતાં રહેતા કોઈ – અજાણ્યા શખસોએ તાળુ તોડીને ફલેટમાં ઘુસીને રોકડ રૂ.2પ હજારની ચોરી કરી ગયા હતાં.

આ ઉપરાંત એ જ વિસ્તારમાં કુદરતવીલા રેસીડન્સીમાં રહેતા સુરતના વતની મનીષાબેન સંતોષભાઈ સિંહ નામની પરિણિતા સવારમાં ઓફીસે જવા નિકળી જતા તેના બંધ ફલેટમાંથી ધોળા દિવસે તસ્કરો ત્રાટકીને સોનાની કાનની બુટી, સોનાનું ગણપતીનું પેન્ડલ મળી રૂ.6500ની ચોરી અને તેમાં જ રહેતા આગ્રાના વતની રવીન્દ્રસિંહ ભુદેવસિંહ સિંહ  નામના બંધ ફલેટમાંથી
તસ્કરો કબાટમાંથી 2500 યુ.એસ. ડોલર (ભારતીય કરન્સી રોકડ રૂ.1.50 લાખ) તેમજ ચાઈનીઝ કરન્સી 1000 (ભારતીય કરન્સી શ.ક્ષરરર) મળીને કુલ રૂ.1,58,000ની ચોરી કરી ગયા. હતાં. જે અંગેની મહેશભાઈ પંચવટીયાએ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ આર. કે.ખલીફાએ અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો છે. જે અંગેની પીએસઆઈ એસ.એમ.. સીસોદીયાએ તપાસ હાથ ધરીને તે વિસ્તારમાંથી સીસી ટીવી ફુટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.