હદ કરી.. ઓનલાઈન Loan App એ કર્યું જોવાય નહીં તેવું કામ ! મોર્ફ કરેલા આપતીજનક ફોટો મોકલી વસૂલાત માટે મહિલાને કરી બ્લેકમેલ

લોન શાર્કે બ્યુટિશિયનને તેના ફોટોગ્રાફ્સ સાથે ચેડા કરીને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓનલાઈન લોન એપ્સ અને ડિજિટલ લોન શાર્ક દ્વારા નાણાકીય કટોકટીથી પીડિત લોકોનું શોષણ સતત વધી રહ્યું છે.

ઓનલાઈન લોન એપ્સ અને ડિજિટલ લોન શાર્ક દ્વારા નાણાકીય કટોકટીથી પીડિત લોકોનું શોષણ સતત વધી રહ્યું છે. મુંબઈમાં એક બ્યુટિશિયન સાથે બનેલી ઘટનાએ ફરી એકવાર આ સમસ્યાને ઉજાગર કરી છે. લોન શાર્કે બ્યુટિશિયનને તેના ફોટોગ્રાફ્સ સાથે ચેડા કરીને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો.

એક મીડિયા અહેવાલ મુજબ, મુંબઈની એક બ્યુટિશિયને સોશિયલ મીડિયા પર દેખાતી એક એપથી 10,000 રૂપિયાની લોન લીધી હતી. આ ઓનલાઈન લોન એપ્સની પ્રક્રિયા મુજબ, લોન લેનાર વ્યક્તિએ તેની ઓળખ, દસ્તાવેજો અને મોબાઈલ એક્સેસની પરવાનગી આપવી પડશે. મહિલાએ 1 એપ્રિલે ‘ઓછા વ્યાજ’ અને ‘સાત દિવસમાં ચૂકવણી’ની શરતે લોન લીધી હતી.

મોર્ફ ફોટા તેના કોન્ટેક્ટને મોલકવા આપી ધમકી

7 એપ્રિલના રોજ મહિલાને લોનની ચુકવણી માટે ફોન આવવા લાગ્યા હતા. લોન એજન્ટોએ તેણીને ધમકી આપી હતી કે જો તેણી તરત જ પૈસા ચૂકવશે નહીં, તો તેના ફોટા તેના સંપર્કોને મોકલવામાં આવશે. ડરના કારણે, મહિલાએ ઉતાવળમાં પેમેન્ટ કર્યું, પરંતુ તેમ છતાં તેણીને તેના મોબાઇલમાં તેના પોતાના નગ્ન ફોટા મળ્યા જે સાથે છેડછાડ કરવામાં આવી હતી.