સ્વામિનારાયણ મંદિરે વિરાટ બાલિકા સંમેલન યોજાયું

સ્વામિનારાયણ મંદિરે વિરાટ બાલિકા સંમેલન યોજાયું
સ્વામિનારાયણ મંદિરે વિરાટ બાલિકા સંમેલન યોજાયું

પ્રમુખ સ્વામી મહારાજનું પૂજન કરીને ભાવાંજલી અર્પણ કરાઇ

નૃત્યનાટિકા સહિતના સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો નીહાળીને સૌકોઇ બન્યા મંત્રમુગ્ધ

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે કાલાવડ રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અનેકવિધ સમાજઉત્કર્ષનાં કાર્યક્રમોનું આયોજન થાય છે.

જેના ઉપલક્ષમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર રાજકોટ ખાતે વિરાટ બાલિકા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વામિનારાયણ મંદિરે વિરાટ બાલિકા સંમેલન યોજાયું બાલિકા

તમામ બલિકાઓએ પ્રમુખસ્વામી મહારાજનું પૂજન કરીને તેમના ચરણોમાં ભાવાંજલી અર્પણ કરી હતી. સુંદર પ્રવેશદ્વાર, રંગોળી, સેલ્ફી પોઇન્ટ અને જુદા જુદા કાર્ટૂન બાલિકાઓનું મનોરંજન કરી રહ્યા હતા.

સ્વામિનારાયણ મંદિરે વિરાટ બાલિકા સંમેલન યોજાયું બાલિકા

આ કાર્યક્રમની શરૂઆતમાં બાળકોનાં હાથમાં શાંતિલાલ આદર્શ હમારેનો સ્ટેમ્પ તથા ટેગ, ફૂડ પેકેટ, અને ચોકલેટ આપવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

પોતાનું સમગ્ર જીવન માનવજાતના ઉત્કર્ષ માટે સમર્પિત કરનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું બાળપણનું નામ શાંતિલાલ હતું. તેમના દિવ્ય જીવન આધારિત 14 જેટલા વિવિધ દ્રશ્યો દ્વારા એક આદર્શ બાળક બનવાની પ્રેરણા આપતી નૃત્યનાટિકા શાંતિલાલ આદર્શ હમારેની સુંદર પ્રસ્તુતિ રાજકોટની બાલિકાઓ દ્વારા કરવામાં આવી હતી.

સ્વામિનારાયણ મંદિરે વિરાટ બાલિકા સંમેલન યોજાયું બાલિકા

 આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 4 વર્ષ થી લઈને 12 વર્ષ સુધીની કુલ 300 જેટલી બલિકાઓએ  સતત એક મહિના સુધી 30  જેટલા સમર્પિત મહિલા કાર્યકરોના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ  કરી હતી. આ નૃત્યનાટિકામાં વિવિધ કુલ સાત જેટલા નૃત્યોની રજૂઆત કરવામાં આવી હતી.

સ્વામિનારાયણ મંદિરે વિરાટ બાલિકા સંમેલન યોજાયું બાલિકા

આ સંમેલનમાં અભ્યાસનું મહત્વ, મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ, ભગવાનમાં શ્રદ્ધા, માતાપિતાનો આદર વગેરે વિષયો પર સંવાદ રજૂ થયા.

તદુપરાંત 5 વર્ષની નાની બાલિકાઓએ ઉપનિષદ અને સત્સંગદીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ રજૂ  કરીને હિન્દુ સંસ્કૃતિના મૂલ્યો દ્રઢ કર્યા હતા. આ ઉપરાંત સિંહ, મોર, પતંગિયા અને ગ્રહોના પાત્રોએ કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવ્યો હતો.

આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, પૂર્વ મેયર ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, ખોડલધામ ટ્રસ્ટના અગ્રણી શર્મિલાબેન બાંભણિયા વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Read About Weather here

આ કાર્યક્રમમાં રાજકોટ, ગોંડલ, જામનગર, ભાદરા, ધંધુકા, મોરબી અને જુદા જુદા ગ્રામ્યવિસ્તાર તેમજ રાજકોટની વિવિધ સ્કૂલોની હજારો બાલિકાઓએ ઉપસ્થિત રહીને આદર્શ બાળક બનવાના પાઠ દ્રઢ કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here