સ્ફોટક બેટર નીતિશ રેડ્ડીના પરફોર્મન્સથી પિતા ભાવુક : ગળે લગાડીને રડવા લાગ્યા

સ્ફોટક બેટર નીતિશ રેડ્ડીના પરફોર્મન્સથી પિતા ભાવુક : ગળે લગાડીને રડવા લાગ્યા
સ્ફોટક બેટર નીતિશ રેડ્ડીના પરફોર્મન્સથી પિતા ભાવુક : ગળે લગાડીને રડવા લાગ્યા

 IPL માંથી ભારતને ઘણા નવા યુવા સ્ટાર મળી રહ્યા છે. પંજાબ કિંગ્સ સામે બેટથી તબાહી મચાવ્યા બાદ 20 વર્ષનો બેટ્સમેન નીતિશ કુમાર રેડ્ડીનું નામ ચર્ચામાં છે. નીતિશના પિતાએ તેમને ક્રિકેટર બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે.

જ્યારે નીતિશે પંજાબ કિંગ્સ સામે 37 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 64 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી  મેચ બાદ તેના પિતા ગળે લગાડીને રડવા લાગ્યા હતા. બાદમાં નીતિશના સંઘર્ષની વાત કરી હતી.

આંધ્રપ્રદેશના ક્રિકેટર નીતિશ કુમાર રેડ્ડીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના માતા-પિતાનો ફોટો શેર કર્યો અને લખ્યું – “હું ખૂબ ખુશ છું. મેં મારા પિતાને ગૌરવ અપાવ્યું. તેણે મને ક્રિકેટર બનાવવા માટે તમામ મુશ્કેલીઓ સામે લડ્યા. આજે હું જે કંઈ પણ છું તેના કારણે જ છું. તેણે મારા માટે પોતાનું આખા જીવનનું બલિદાન આપ્યું. છેલ્લી મેચ પછી મારા માતા-પિતાના આનંદના આંસુએ મારા દિવસને વધુ ખાસ બનાવી દીધો.

નીતીશ કુમાર રેડ્ડીના સંઘર્ષની કહાણી ખૂબ જ ભાવનાત્મક છે. તેના પિતાએ નોકરી છોડી દીધી હતી. ઘરમાં ખાવાની પણ તંગી હતી, પણ તેણે હાર ન માની. તે ગયા વર્ષે પણ ઈંઙકમાં રમ્યો હતો, 

પરંતુ તેને ઘણી તક મળી ન હતી. લગભગ 3 વર્ષ પહેલા 2021માં તે CSKનો નેટ બોલર હતો. તેણે ધોની, જાડેજા જેવા દિગ્ગજો સામે બોલિંગ કરી હતી. IPL 2023ની હરાજીમાં તેને સન રાઈઝર્સ હૈદરાબાદે 20 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો. ગત સિઝનમાં તે માત્ર બે મેચ રમી શક્યો હતો, પરંતુ હવે તેણે શાનદાર પ્રદર્શન કરીને લાઈમલાઈટ મેળવી લીધી છે. નીતિશ પણ ઉત્તમ બોલર છે. ફર્સ્ટ ક્લાસમાં તેના નામે 52 વિકેટ છે.