સ્ટાર ખેલાડીએ ટી-20 વર્લ્ડ કપ પહેલા લીધો સંન્યાસ, 18 વર્ષનું રહ્યું ક્રિકેટ કરિયર

સ્ટાર ખેલાડીએ ટી-20 વર્લ્ડ કપ પહેલા લીધો સંન્યાસ, 18 વર્ષનું રહ્યું ક્રિકેટ કરિયર
સ્ટાર ખેલાડીએ ટી-20 વર્લ્ડ કપ પહેલા લીધો સંન્યાસ, 18 વર્ષનું રહ્યું ક્રિકેટ કરિયર

આ વર્ષ ટી-20 વર્લ્ડકપ રમાવાનો છે, આ પહેલા પાકિસ્તાનની મહિલા ક્રિકેટરે ઈન્ટરનેશનલ કરિયરને અલવિદા કહ્યું છે. પોતાની દિકરી સાથેનો ફોટો પોસ્ટ કરી એક ઈમોશનલ પોસ્ટ લખી છે.

પાકિસ્તાનની પૂર્વ મહિલા કેપ્ટન બિસ્માહ મારુકે 18 વર્ષના કરિયરમાં 276 મેચ રમ્યા બાદ ગુરુવારના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. 32 વર્ષની મારુકે અચાનક આ નિર્ણય લેતા સૌ કોઈ પરેશાન થઈ ગયા છે, કારણ કે, આ વર્ષે બાંગ્લાદેશની યજમાનીમાં ટી-20 વર્લ્ડકપ રમાશે. તેમણે દિકરી સાથેનો ફોટો શેર કરતા લખ્યું મે એ રમતમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. જેને તે સૌથી વધારે પ્રેમ કરે છે. એક અવિશ્વસનીય પ્રવાસ રહ્યો છે, જે પડકાર , જીત યાદગાર રહી છે.

15 વર્ષની ઉંમરમાં ભારત વિરુદ્ધ કર્યું હતુ વનડે ડેબ્યુ

મારુફે 33 અડધી સદી સહિત 6,262 રન બનાવ્યા છે અને 80 વિકેટ લીધી છે. તે 15 વર્ષની હતી.ત્યારે 2006માં ભારત વિરુદ્ધ વનડેમાં પાકિસ્તાન માટે ડેબ્યુ કર્યુ હતુ અને 3 વર્ષ બાદ આયરલેન્ડ વિરુદ્ધ પોતાની પહેલી ટી 20 મેચ રમી હતી. મારુફે પોતાના પહેલા બાળકને જન્મ આપવા માટે બ્રેક લીધો હતો.

8 ટી 20 વર્લ્ડકપ રમનાર ખેલાડીમાંથી એક

મારુફે કહ્યું પીસીબી પાસેથી મળેલું સમર્થન અમુલ્ય છે.ખાસ કરીને મારા માટે પ્રથમ વખત પેરેંટલ પોલિસી લાગુ કરવામાં, જેના કારણે હું માતા હોવા છતાં મારા દેશનું ઉચ્ચ સ્તરે પ્રતિનિધિત્વ કરી શકી. મારુફે 96 આંતરરાષ્ટ્રીય મેચમાં પાકિસ્તાનની કેપ્ટનશીપ કરી છે. જેમાં 2022માં ન્યુઝીલેન્ડમાં રમાનાર ચોથી મહિલા વર્લ્ડકપમાં સામેલ પણ હતી. તેમણે તમામ 8 મહિલા ટી20 વર્લ્ડકપમાં ભાગ લીધો અને 2020 અને 2023માં છેલ્લા 2 વર્લ્ડકપમાં કેપ્ટન પણ રહી હતી.