સ્કૂલ ઓફ આઇડિયાના પ્રેસિડેન્ટ સાથે થઇ કરોડો રુપિયાની ઠગાઇ

 સ્કૂલ ઓફ આઇડિયાના પ્રેસિડેન્ટ સાથે થઇ કરોડો રુપિયાની ઠગાઇ
 સ્કૂલ ઓફ આઇડિયાના પ્રેસિડેન્ટ સાથે થઇ કરોડો રુપિયાની ઠગાઇ

અમદાવાદના MICA The School of Ideas ના પ્રેસિડેન્ટ સાથે થયેલી છેતરપિંડીનો થયાનો બનાવ સામે આવ્યો છે. આ છેતરપિંડીના કેસમાં સાયબર ક્રાઇમે 13 આરોપીઓની કરી ધરપકડ કરી છે.

અમદાવાદના MICA The School of Ideas જે મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ મેનેજમેન્ટ, ડિજિટલ કોમ્યુનિકેશન મેનેજમેન્ટ, ડેટા સાયન્સ અને બિઝનેસ એનાલિટિક્સ અને સેલ્સ એન્ડ કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ જેવા અભ્યાસક્રમો ચલાવે છે, આ સંસ્થાના પ્રેસિડેન્ટ સાથે છેતરપિંડીનો થયાનો બનાવ સામે આવ્યો છે.

આ છેતરપિંડીના કેસમાં સાયબર ક્રાઇમે 13 આરોપીઓની કરી ધરપકડ કરી છે.વાત જાણે એમ છે કે પ્રેસિડેન્ટના બેંક એકાઉન્ટમાંથી આતંકીઓને ફંડિંગ થયાનું કહી ડરાવી રૂપિયા પડાવ્યા આવ્યા હતા. CBIના નામ અને લોગોનો ઉપયોગ કરી કરીને સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

આરોપીઓએ પાર્સલમાંથી ડ્રગ્સ અને પાસપોર્ટ મળ્યા હોવાનું કહીને ડરાવીને કુલ 1.15 કરોડ રૂપિયા ઠગાઇ કરી હોવાની વાત સામે આવી છે.આ ઘટનામાં હવે 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે .