સોનામાં વધુ રૂા.1350 નો કડાકો: ચાંદીમાં 4000 ઘટયા

સોનામાં વધુ રૂા.1350 નો કડાકો: ચાંદીમાં 4000 ઘટયા
સોનામાં વધુ રૂા.1350 નો કડાકો: ચાંદીમાં 4000 ઘટયા

સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજી બાદ ગાડી ઉંધી દોડવા લાગી હોય તેમ આજે સતત બીજા દિસવસે ભાવમાં ગાબડા પડવા લાગ્યા હતા.બે જ દિવસમાં સોનુ 2000 તથા ચાંદીમાં 4000 થી વધુનો કડાકો સર્જાયો છે.

રાજકોટમાં આજે 10 ગ્રામ સોનું હાજરમાં 73950 હતુ. ગઈકાલની સરખામણીએ 1350 રૂપિયાનું ગાબડુ હતું બે દિવસમાં 2000 કરતા વધુનો કડાકો છે. ગત સપ્તાહમાં 76100 નો ભાવ થયો હતો. વિશ્વબજારમાં પણ સોનું તૂટયુ હતુ અને ભાવ 2686 ડોલર હતો. કોમોડીટી એકસચેંજમાં 70500 નો ભાવ હતો.ચાંદીનાં ભાવમાં પણ સમાન સ્થિતિ હતી.

એક કિલો ચાંદીનો ભાવ 82200 સાંપડયો હતો. તેમાં વધુ રૂા.2100 નુ ગાબડુ હતું. ગઈકાલે પણ 2000 કરતા અધિકનો કડાકો હતો.બે જ દિવસમાં 4000 કરતા વધુ નીકળી ગયા છે. વિશ્વ બજારમાં 23.08 ડોલર તથા કોમોડીટી એકસચેંજમાં 79600 નો ભાવ હતો. ઝવેરીઓનાં કહેવા પ્રમાણે પ્રચંડ તેજી-મંદી પાછળ આંતર રાષ્ટ્રીય માર્કેટની ઉથલપાથલ જવાબદાર છે.

ઈરાન-ઈઝરાયેલ વચ્ચેનો તનાવ શાંત થઈ જતા અને હવે એકબીજા નવા હુમલા કરવાનાં મૂડમાં ન હોવાના સંજોગોથી ભાવમાં મંદી થઈ હતી. જોકે આવતા દિવસોમાં ફરી કોઈ નવુ ટેન્શન સર્જાવાનાં સંજોગોમાં ઉછાળો આવવાની બાકી ભાવો ટુંકા ગાળામાં અસાધારણ ગતિએ ઉંચકાયા હતા.

એટલે મોટુ કરેકશન અપેક્ષીત હતું. હવે માર્કેટ સ્થિર થાય છે કે કેમ તેના પર મીટ છે. માર્કેટમાં ઘરાકી હજુ સાવ ઠંડી જ છે.ભાવો સ્થિર થાય પછી જ સળવળાટ શકય છે.