સોનાની કિંમત સપ્તાહમાં રૂ.1400 ઘટી, ચાંદી રૂ. 2500 સસ્તી થઈ

 સોનાની કિંમત સપ્તાહમાં રૂ.1400 ઘટી, ચાંદી રૂ. 2500 સસ્તી થઈ
 સોનાની કિંમત સપ્તાહમાં રૂ.1400 ઘટી, ચાંદી રૂ. 2500 સસ્તી થઈ

વૈશ્વિક બજારોના સથવારે અને અમદાવાદમાં નવી ખરીદી તેમજ ઘરાકીના અભાવે એક સપ્તાહમાં સોના-ચાંદીની કિંમત ઘટી છે. અમદાવાદમાં સોનાની કિંમત આ સપ્તાહમાં રૂ. 1400 ઘટી ગઈકાલે રૂ. 74700 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ હતી. જ્યારે ચાંદી રૂ. 2500 સસ્તી થઈ છે.

અમદાવાદમાં 17 એપ્રિલે સોનાની કિંમત ઓલટાઈમ હાઈ રૂ. 76200 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચી હતી. ચાંદી પણ રૂ. 84000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ હતી. ગત શનિવારે સોનું રૂ. 76100 પ્રતિ 10 ગ્રામથી સતત ઘટ્યું છે.


છેલ્લા કેટલાક ટ્રેડિંગ સેશનથી કીંમતી ધાતુમાં વોલેટિલિટી વધી છે. અમેરિકી જીડીપી અને ફુગાવાના નબળા આંકડાઓના પગલે ડોલર ઈન્ડેક્સ મજબૂત બન્યો છે. જેથી સોના-ચાંદીમાં વેચવાલી વધી છે. અમેરિકી ઈકોનોમીમાં સ્લોડાઉનની ભીતિ તેમજ રેકોર્ડ ટોચેથી વેચવાલી નોંધાવી પ્રોફિટ બુક કરનારા રોકાણકારોની સંખ્યા વધતાં સોના-ચાંદીના ભાવ ગગડ્યા છે.

એમસીએક્સ પર સોના-ચાંદીમાં 11,01,366 સોદાઓમાં રૂ.96,590.08 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.72,718ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,955 અને નીચામાં રૂ.70,202 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,469 ઘટી રૂ.71,214ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.478 ઘટી રૂ.58,700 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.216 ઘટી રૂ.7,053ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,291 ઘટી રૂ.71,725ના સ્તરે પહોંચ્યો હતો. 

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.83,795ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.83,795 અને નીચામાં રૂ.79,361 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,589 ઘટી રૂ.80,684 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2,593 ઘટી રૂ.80,594 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2,519 ઘટી રૂ.80,650 બંધ થયો હતો. 

એમસીએક્સ સોના માટે 70600નો સપોર્ટ

કોમોડિટી નિષ્ણાતના મતે, એમસીએક્સ સોનુ જો 70900-70600નો સપોર્ટ લેવલ જાળવી રાખે તો ભાવમાં વૃદ્ધિ થવાની સંભાવના વધશે. જેનું રેઝિસ્ટન્સ લેવલ 71710-72000 નિર્ધારિત કર્યું છે. સોના-ચાંદીના ભાવો વધુ હોવાથી રિટેલ ઘરાકી નહિંવત્ત જોવા મળી રહી છે. 

રોકાણકારોની નજર મેન્યુફેક્ચરિંગ ડેટા પર

બુલિયન રોકાણકારો જારી થનારા અમેરિકાના પીસીઈ પ્રાઈસ ઈન્ડેક્સ ડેટા પર નજર રાખી રહ્યા છે. જેનો મદાર ફેડ રિઝર્વના રેટ નિર્ણય પર રહેશે. જો ડેટા અપેક્ષા કરતાં વધ્યા તો સોનાની કિંમતોમાં પ્રેશર જોવા મળશે. જો નીચા રહ્યા સોનામાં ફરી પાછી તેજી શરૂ થશે. લેબર માર્કટના મજબૂત આંકડાઓ સપ્ટેમ્બર-નવેમ્બરમાં વ્યાજદરોમાં ઘટાડાની શક્યતા વધારી શકે છે.