સૈન્યના ભરતી કૌભાંડમાં ટોચના 7 અધિકારીઓની સંડોવણી

    INDIAN-ARMY-FRAUD
    INDIAN-ARMY-FRAUD

    Subscribe Saurashtra Kranti here.

    ભરતી કૌભાંડ

    લાંચ રૂશ્વતથી જવાનો-અધિકારીઓની ભરતીનો પર્દાફાશ

    લશ્કરના 17 સહિત કુલ 23 આરોપીઓ(કૌભાંડમાં સામેલ) ની યાદી તૈયાર: ચકચારી કેસમાં 13 શહેરોમાં 30 સ્થળે સીબીઆઈના દરોડા

    ભારતીય સેનામાં જવાનો અને ખાસ કરીને અધિકારીઓની પસંદગીની પ્રક્રિયામાં બેફામ લાંચરૂસ્વત તથા ગેરરીતીઓની ફરિયાદોની સીબીઆઈની તપાસમાં ચોકાવનારા ખુલ્લાસા થઇ રહ્યા છે. ભરતીના કૌભાંડમાં સીબીઆઈની ચાલી રહેલી તપાસમાં ભારતીય લશ્કરના 5 લેફ કર્નલ એક મેજર અને એક લેફ્ટનન્ટ સહિત 23 આરોપીઓના નામ ખુલ્યા છે. સોમવારે સીબીઆઈએ દેશના 13 શહેરોમાં 30 સ્થળે દરોડા પાડ્યા હતા.
    કુલ 17 જેટલા આર્મીમેન સંડોવણી બહાર આવી છે. સીબીઆઈના સુત્રોએ જણાવ્યું હતું કે, સેનાના પસંદગી બોર્ડ મારફત થતી અધિકારીઓ અને જવાનોની ભરતીમાં લાંચ તથા અન્ય પ્રકારની ગેરરીતીઓ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. આ અંગે લશ્કરના 17 સહિત 23 શખ્સો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

    સંરક્ષણ મંત્રાલયના જનરલ, ડીસીમ્પ્લીન અને વિજીલન્સ વિભાગની ફરિયાદને આધારે કેસ દાખલ કરવામાં આવ્યા છે.

    ગયા મહીને સીબીઆઈને એવી પણ ફરિયાદ મળી હતી કે, લશ્કરમાં ભરતી થવા આવતા ઉમેદવારો નવી દિલ્હી ખાતેની બેઝ હોસ્પિટલમાં મેડીકલની પરીક્ષા આસાનીથી પસાર કરી શકે એ માટે કેટલાક અધિકારીઓએ જ લાંચ લીધી હતી. આ સમગ્ર ભરતી કૌભાંડ પાછળનું મુખ્ય ભેજું એર ડીફેન્સ કોરનો લેફ કર્નલ એમ.વી.એસ.ભગવાન નામનો અધિકારી છે. ભગવાન નામના અધિકારે અત્યારે તો રજા લઇ લીધી છે.

    Read About Weather here

    સિલેકશન બોર્ડમાં ભરતી ઉમેદવારો પાસેથી લાંચ લેનાર અધિકારીઓમાં નાયબ સુબેદાર કુલદીપસિંઘનું પણ નામ ખુલ્યું છે. આ કેસમાં અન્ય આરોપીઓ તરીકે લેફ કર્નલ સુરીન્દ્રસિંઘ, માઉન્ટ એન્ડ ડીવીઝનના લેફ કર્નલ વાય.એસ.ચૌહાણ, ભરતી વિભાગના ડી.જિ.લેફ કર્નલ સુખદેવ અરોડા, બેંગલોરના લેફ કર્નલ વિનય અને મેજર ભાવશેકુમારના નામ પણ જાહેર થાય છે. સીબીઆઈ તપાસમાં બહાર આવ્યું છે કે, ચેક, રોકડ અને ઓનલાઈન ટ્રાન્સફરના રૂપમાં લાખો રૂપિયાની લાંચ ચૂકવાય હતી. આ કૌભાંડ અનેક શહેરોમાં ફેલાયેલું માલુમ પડ્યું છે જેના પગલે સીબીઆઈએ દિલ્હી, લખનવ, જયપુર, ગુવાહાટી, કપૂરથલા, ભટિંડા, પલવલ, ગોરખપુર, વિશાખાપટ્ટનમ વગેરે સ્થેળે દરોડા પાડ્યા હતા. મોટી સંખ્યામાં વાંધા જનક દસ્ખાવેજો કબ્જે કરવામાં આવ્યા હતા.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here