સૂર્યમંડળની બહાર ગુરૂ જેવા વિરાટ નવા ગ્રહની શોધ

સૂર્યમંડળની બહાર ગુરૂ જેવા વિરાટ નવા ગ્રહની શોધ
સૂર્યમંડળની બહાર ગુરૂ જેવા વિરાટ નવા ગ્રહની શોધ

અવકાશ વિજ્ઞાનીઓએ સૂર્યમંડળની બહાર એક થવા ગ્રહની શોધ કરી છે અને તેનો આકાર તથા વજન સૂર્યમંડળના સૌથી મોટા ગ્રહ ગુરૂ જેટલુ છે. ટીએઆઈ 4862બી (એનજીટીએસ-30બી) નામ આપવામાં આવ્યું છે અને તે ધરતીથી 762 પ્રકાશવર્ષ દુર છે. ગુરૂ ગ્રહનો આકાર એવડો વિરાટ છે કે તેમાં પૃથ્વી જેવડા 1300 ગ્રહ સમાઈ જાય તેમ છે.

આ નવા ગ્રહની શોધ ટ્રાન્ઝીટ એકસોપ્લેનેટ સર્વે સેટેલાઈટ (ટેસ)ની મદદથી થઈ હતી. આ ટેકનીકના આધારે ટ્રાન્ઝીટ પદ્ધતિથી નવા ગ્રહની શોધ કરવામાં આવે છે. કોઈ તારાની ચમક ઘટે તો પણ વૈજ્ઞાનિકો ઓળખ કરી લ્યે છે.

આ નવો ગ્રહ પોતાના તારાની પરિક્રમા 98.3 દિવસમાં કરે છે અને ત્યાંનું મહતમ તાપમાન 226 ડીગ્રી છે જે પૃથ્વી કરતા અનેકગણુ વધારે છે.