સાંજે વાળુ-પાણી કરીને અંજારથી ટ્રેનમાં બેસો, સવારનું શિરામણ સુરત અને નવસારીમાં કરો

સાંજે વાળુ-પાણી કરીને અંજારથી ટ્રેનમાં બેસો, સવારનું શિરામણ સુરત અને નવસારીમાં કરો
સાંજે વાળુ-પાણી કરીને અંજારથી ટ્રેનમાં બેસો, સવારનું શિરામણ સુરત અને નવસારીમાં કરો

તમારે ભચાઉ, હળવદ, ધાંગધ્રાથી સાઉથ ગુજરાત બાજુ જવું હોય તો આ ટ્રેન તમારા માટે સારો ઓપ્શન છે. સવારે બધું કામ પતાવીને સાંજે આ ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. આ ટ્રેન તમને વહેલી સવારે સુરત અને નવસારી પહોંચાડી દેશે.

22955 / 22956 કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસ એ ભારતીય રેલવેની સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન છે. જે બાંદ્રા ટર્મિનસ અને ભુજ વચ્ચે દોડે છે. તે 7 દિવસ એટલે કે રોજ દોડે છે. તે બાંદ્રા ટર્મિનસથી ભુજ સુધીની ટ્રેન નંબર-22955 તરીકે અને રિવર્સ દિશામાં ટ્રેન નંબર 22956 તરીકે ચાલે છે.

આ ટ્રેન વિશે વાત કરીએ તો તે ભુજથી ઉપડે છે અને છેલ્લા સ્ટેશન બાન્દ્રા સુધી સફર કરે છે. આ દરમિયાન તે 20 સ્ટેશન પર સ્ટોપેજ લે છે.

ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ 838 કિમીનું અંતર આવરી લેતી મુખ્ય ટ્રેન છે. તે અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, હળવદ, ધાંગધ્રા, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી વગેરે ગુજરાતના સ્ટેશનોને આવરી લે છે.

આ ટ્રેનમાં 3 કોચ જનરલ રાખવામાં આવ્યા છે અને 7 થી 8 કોચ સ્લીપર કોચ છે. તેથી સ્લીપર કોચમાં પણ આસાનીથી સીટ મળી રહે છે.

આ ટ્રેન ભુજથી સાંજે 08:15 એ ઉપડે છે. હળવદ પહોંચવાનો સમય મોડી રાત્રે 11:37 નો છે. આ ટ્રેન અમદાવાદ રાત્રે પોણા 3 કલાકે પહોંચે છે તેમજ સુરત સવારે સાતની આજુબાજુ પહોંચાડે છે