સરકારી સીવીલ હોસ્‍પીટલના ડોકટર પીધેલી હાલતમાં ઝડપાયા

સરકારી સીવીલ હોસ્‍પીટલના ડોકટર પીધેલી હાલતમાં ઝડપાયા
સરકારી સીવીલ હોસ્‍પીટલના ડોકટર પીધેલી હાલતમાં ઝડપાયા

વિશ્વ મેલેરિયા દિવસ ના અવસરે સાઈકલ રેલી યોજાયેલ હતી જેમાં જીલ્લા કલેકટર દિવિજયસિંહ જાડેજા સહીત ના જોડાયેલ હતા ત્‍યાંથી અચાનક સીવીલ હોસ્‍પીટલમાં તપાસ માટે પહોંચી ગયેલ હતા મુલાકાત દરમ્‍યાન રાઉન્‍ડ ધ કલોક સીકયુરીટી રાખવા બહાર ના કોઈ લોકો ન આવે વાહનો પાર્કીંગ માં પાર્ક થાય દબાણો દુર કરવા કંમ્‍પાઉન્‍ડ માં પાન માવા બીડી નો ઉપયોગ કરે તો દંડ કરવા માટે તેમજ હોસ્‍પીટલનો સહસાધનોની જાણવળી માટેની સુચના આપેલ હતી ત્‍યારબાદ દરેક વોર્ડ ની મુલાકાત લીધેલ હતી તેમજ ફરજ પર ના ડોકટરો સાથે પણ મુલાકાત કરેલ હતી.

દરમ્‍યાન છેલ્લા ચાર વર્ષથીસ્ત્રી રોગ નિષ્‍ણાંત ફરજ બજાવતા ડો.એ.ડી. સોદરવા ને પુછપરછ દરમ્‍યાન બરોબર જવાબ આપી શકેલ ન હોય તેમને કેફી પીણુ પીધેલ હોય તેવી શંકા જણાતા તાત્‍કાલીક પોલીસ ને બોલાવી તેમનો લાહીનો રીપાટ લવાની સુચના આપેલ હતી જે રીપાર્ટ પોઝીટીવ આવતા સીવીલ હોસ્‍પિટલના આર.એમ.ઓ ડો.પી.બી.નારીયાએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા ધરપકડ કરેલ હતી આ બનાવની તપાસ પી.એસ. આઈ ભારતીબેન રાઠોડ ચલાવી રહેલ છે.

સીવીલ હોસ્‍પીટલમાં છેલ્લા કેટલાય સમયથીસ્ત્રીરોગ નિષ્‍ણાંતની અનેક ફરીયાદો હોય અને તે કલેકટર સુધી પહોંચતા કડક કાર્યવાહી કરાયેલ છે આ બનાવ બનતા ખળભળાટ મચેલ છે