સમુદ્રમાંથી ભેજવાળા પવન ફુંકાઈ છે! દેશના અનેક ભાગોમાં વરસાદ-આંધી: હિમાચલમાં હિમવર્ષા

સમુદ્રમાંથી ભેજવાળા પવન ફુંકાઈ છે! દેશના અનેક ભાગોમાં વરસાદ-આંધી: હિમાચલમાં હિમવર્ષા
સમુદ્રમાંથી ભેજવાળા પવન ફુંકાઈ છે! દેશના અનેક ભાગોમાં વરસાદ-આંધી: હિમાચલમાં હિમવર્ષા

 જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશ અને ઉત્તર ભારતના મેદાનો સહિત હિમાલયના અનેક વિસ્તારોમાં ફરી એક વાર મોસમનો મિજાજ બદલાયો છે. અહીંના પર્વતીય અને મેદાની વિસ્તારોમાં હિમવર્ષા અને મુશળધાર વરસાદ પડયો હતો, જેને કારણે અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ વણસી ગઈ હતી. કેટલીક જગ્યાએ વીજળી પડવાના પણ સમાચાર આવ્યા હતા અને અનેક લોકોના મોતના સમાચાર પણ આવ્યા હતા. ભારતીય હવામાન ખાતાએ જણાવ્યું છે કે હવામાનમાં આ ફેરફાર ઈરાન ઉપરના વેસ્ટર્સ ડિસ્ટર્બન્સ વિસ્તારના કારણે આવ્યો છે. તેમણે હિમાચલ સહિત 10 રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 15 દિવસ સુધી આવા વિષમ હવામાનની ચેતવણી આપી છે.

 અરબી સમુદ્રમાંથી પણ ભેજવાળા પશ્ર્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ, ઉત્તરાખંડના પહાડી અને મેદાની વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ થયો હતો. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કેટલીક જગ્યાએ હળવો અને ભારે વરસાદ, કરા અને ભારે પવન ફુંકાતા અનેક ઘરોના છાપરા ઉડી ગયા હતા. છત્તીસગઢ, બંગાળના ઉપ-હિમાલયના વિસ્તારો, સિકિકમ, આસામ, મેઘાલય અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં પણ વાવાઝોડા અને જોરદાર પવનોનું તોફાન જોવા મળ્યું હતું. બીજી તરફ મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં વીજળી પડવાથી બે કલાકોના મોત થયા છે અને ત્રણ ઘાયલ થયા છે.

 ભારે વરસાદને કારણે હરિયાણાના ચરખી દાદરી અને ભિવાનીના અનાજ બજારોમાં ખુલ્લામાં પડેલા ઘઉં અને સરસવના ઢગલા અને થેલીઓ ભીની થઈ ગઈ હતી. એક અંદાજ મુજબ 70 હજાર કિવન્ટલથી વધુ સરસવ અને ઘઉં ભીના થઈ ગયા છે. હિસાર, સિરસા અને ફતેહાબાદ જિલ્લામાં પણ વાદળો ઘેરાઈને જોરદાર પવન ફુંકાતા ખેતરોમાં લણણીની રાહ જોઈ રહેલા ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળો છવાઈ ગયા હતા.

♦ દિલ્હી-અને દેશના અન્ય ભાગોમાં વરસાદ, અતિવૃષ્ટિની ચેતવણી
 

નવીદિલ્હી: દેશભરમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર- પશ્ર્ચિમ અને મધ્ય ભારતમાં હવામાનમાં સુધારો થવાની શકયતા ઓછી છે. હવામાન વિભાગે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબને લગતી માહિતી જાહેર કરી છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશની સાથે ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. એક તરફ વેસ્ટર્સ ડિસ્ટર્બન્સ અને બીજી તરફ અરબી સમુદ્ર પરના ભેજવાળા પવનો ઉત્તર-પશ્ર્ચિમ ભારતના હવામનને અસર કરી રહ્યા છે. આ તમામ સંજોગોને કારણે, વીજળીના ચમકારા, કરા, ભારે વરસાદ અને હિમવર્ષા સાથે વાવાઝોડા ભારતના ઘણા વિસ્તારોમાં સાથે વાવાઝોડા ભારતના ઘણા વિસ્તારોમાં જુદા જુદા સ્થળોએ ઘણા રાજયોમાં જોઈ શકાય છે.