સની દેઓલ અન પ્રિતી ઝિન્ટાની ફિલ્મ ‘લાહો ૧૯૪૭’ આગામી વર્ષે ૨૬મી જાન્યુઆરીએ રીલિઝ કરવાની જાહેરાત કરાઈ છે. આ ફિલ્મ દ્વારા પ્રીતિ ઝિન્ટા લાંબા સમય પછી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે.
આ ફિલ્મના શૂટિંગને જુન મહિના સુધીમાં પુરુ કરવામાં આવશે. ત્યાર પછી પોસ્ટ પ્રોડક્શન આટોપી આગામી વર્ષે રીલિઝ કરાશે. ફિલ્મ આમિર ખાને બનાવી છે જ્યારે રાજકુમાર સંતોષીએ દિગ્દર્શન કર્યું છે. આમિર આ ફિલ્મમાં કેમિયો પણ કરી રહ્યો છે.